વર્તનમાં લાવીએ પરીવર્તન
અંશીકા અને વંશિકા એમ તો બન્ને પિતરાઈ બહેન થાય પણ તેમના વચ્ચે લાગણી સગ્ગી બહેનો કરતા વધારે..!! નાનપણથી જ સાથે ઉછરેલા; વંશિકા મામા -મામી સાથે જ મોટી પણ થઈ સાથે જ અભ્યાશ પૂર્ણ કર્યો અને હવે બન્ને જોબ કરે છે. વંશિકાના માતા-પિતા નું નાની ઉમરે અવસાન થયું હતું પણ મામા -મામીએ ક્યારેય એમની ખોટ લાગવા દીધી નહીં . અંશીકા કરતા વંશિકા વધુ હોશિયાર અને કામગરી પણ . વંશિકા એકદમ ડાહી અને સમજુ જયારે અંશીકા થોડી નટખટ, ઘરમાં એ સૌથી નાની એટ્લે એની બધી ઝિદ પણ પુરી કરાતી . હવે આવ્યો સમય દીકરીને પરણવાનો. ઈશ્વરની કૃપાથી બંને બહેનો માટે સાથે જ છોકરા જોવાનું શરૂ કર્યું અને જોગાનુજોગ સાથે જ મેળ પણ પડી ગયો. એક જ ઘરમાં કાકા –મોટાના દીકરાઓ જોવા આવવાના હતા અને મિટિંગ ફાઇનલ થઈ. છોકરાઓમાં એકનું નામ "વંશ" અને બીજાનું "અંશ " બન્ને સેટ થયેલા અને સંસ્કારી. જયારે લગ્નની વાત વાત આવે ત્યારે વડીલોનો જોવાનો દ્રષ્ટિકોણ થોડોક બદલાય જાય છે. અંશની મમ્મીને વંશિકા યોગ્ય ન લાગી . કારણ કે માં-બાપ વગરની દીકરી ને ! મામા-મામી સાથે ઉછરેલી ..! કાકીની માન્યતા એવી કે દીકરીના ઉછેરમાં કઈ કમી રહી ગઈ હોઈ !! સમાજમાં એક એવું માન્યતા બેસી ગઈ છે કે માબાપ વગરના બાળક એટલે "બાપડા -બિચારામાં' ગણાય . હવે કરીએ તો કરીએ શુ?? જયારે આ દરેક વાતો કાકીએ કાકાને કરી ત્યારે કાકાએ વળતો જવાબ તો ના આપ્યો પણ તેમની વાતો સાથે મંજુર ના થયા ..! હવે કરે તો કરે શુ? મને -કમને સહકુટુંબ છોકરી જોવા ગયા. ઘરના દરેક સદસ્યોને વંશિકા પસઁદ પડી; વંશ માટે વંશિકા અને અંશ માટે અંશીકા . બધા રાજી હતા પણ નાના કાકીનું મન થોડું કચવાતું હતું કે અંશ માટે અંશીકા નહિ ચાલે . છતાં પણ બધાની હા હોવાને લીધે ગોળ -ધાણા વહેંચી વાત પાક્કી કરી. લગભગ ત્રણ મહિના પછી ધામધૂમથી બંનેના લગ્ન પણ થઈ ગયા .
બંને બહેનો ઘર સારી રીતે સાંભળી લેતી હતી . જ્યાં અંશીકાની બેદરકારી કે ભૂલ થાઈ તેને વંશિકા તરત જ પોતાના ખભે જવાદારીની જેમ ઉઠાવી લેતી હતી અને તકેદારી પૂર્વક બીજી વાર નહિ કરે એ રીતે મીઠો ઠપકો આપતી . તો પણ ઘણીવાર નાની બાબતોમાં હજીયે અંશીકા કાચું કાપતી . હવે નાના કાકીને સમજાયું કે તે અત્યાર સુધી જે વ્યકતિને "દયા -દ્રષ્ટિ" ની ભાવના થી જોતા હતા તેની જ વ્યહારુ અને કુશળ દ્રષ્ટિ ના લીધે ઘર વ્યવસ્થિત છે . આ એ જ છે જેની સાથે પોતાના દીકરાના લગ્ન માટે તેમનું મન કચવાતું હતું . એમને સમજાયું કે દિલ જેના માટે ના પડતું હતું તે જ વ્યક્તિ બધા ના દિલ માં વસે છે .
આતો એક નાનકડો કિસ્સો છે વંશિકા અને અંશીકા ના જીવનનો !! રોજ બરોજની જ લાઈફ માં આપણે જાણતે અજાણ્યે આવું કેટલીય વાર કરીયે છીએ જેની આપણને પણ જાણ હોતી નથી. આપણે “મેરી બેટી, મેરા અભિમાન” “આઇ લવ માય ડોટર ” આ બધી ફ્રેમ વાળા પ્રોફાઇલ પિક્ચર તો અપલોડ કરીએ છીએ પણ શુ આપણો આવા કિસ્સા માં જોવાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે ????????????
જો નહિ તોહ હવે બદલો . કારણ કે દરેક ના નસીબ માં વંશ વધારવા માટે એક વંશિકા તો જોઈશે જ જે પ્રેમ ની ગાંઠ થકી પરિવાર ને પાંચ અલગ આંગળી ઓ ની જેમ એક મુઠ્ઠી માં સાચવી શકે . હવે, આ નવી વિચારધારા અપનાવી જોઈએ "મેરી બહુ મેરી બેટી ,દોનો એક સમાન"
જીનલ મરચન્ટ