શિવ તથા રુદ્રાક્ષ એક બીજા ના પર્યાય છે. શિવ સ્ક્શત રુદ્રાક્ષ માં વાસ કરે છે. રુદ્રાક્ષ એક મુખી થી લઇ ને ચૌદ મુખી સુધી ના જોવા મળે છે. રુદ્રાક્ષ માલા થી જાપ કરવાથી તથા ધારણ કરવાથી કરોડો પુણ્યો ની પ્રાપ્ત થાય છે. દરેક રુદ્રાક્ષ ના કોઈ ને કોઈ અધિષ્ઠાતા ગ્રહ અને દેવતા હોય છે. તેને ધારણ કરી ને અલગ અલગ લાભ થાય છે જે નીચે મુજબ છે-
એકમુખી રુદ્રાક્ષ
એક મુખી રુદ્રાક્ષ ને સાક્ષાત શિવ માનવામાં આવે છે. પાપનો નાશ તથા ચિંતાથી મુક્તિ, લક્ષ્મીપ્રાપ્તિ ધારણકર્તા ને સ્વયં પ્રાપ્ત થાય છે. આનો ગ્રહ સૂર્ય છે. ધારણકર્તા ને શિવજીની સાથે સૂર્યદેવનો પણ આશીર્વાદ મળે છે.
બે મુખી રુદ્રાક્ષ
અર્ધનારીશ્વર નુ રુપ છે. આનો ગ્રહ ચંદ્ર છે. આને ધારણ કરવાથી જન્મોજન્મના પાપ દૂર થાય છે. એકાગ્રતા અને શાંતિ મળે છે. શરીરના રોગ આંખોની ખરાબી અને કિડનીની બીમારી દૂર થાય છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ
બ્રહ્મસ્વરૂપ છે તથા તેના દેવતા મંગલ છે. આને ધારણ કરવાથી વાસ્તુદોષ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. શરીર રોગ માંથી લાભ મળે છે.
ચાર મુખી રુદ્રાક્ષ
આના દેવતા બ્રહ્મા છે તથા ગ્રહ બુધ છે. આને ધારણ કરવાથી સંમોહન શક્તિ વધે છે. નાક, કાન તથા ગળા ના રોગ લકવો, દમ વગેરેમાં લાભ થાય છે.
પંચમુખી રુદ્રાક્ષ
આના દેવતા રુદ્ર તથા ગ્રહ ગુરુ છે. આને ધારણ કરવાથી ગીત, વૈભવ તથા ધનમાં વૃદ્ધિ થાય છે. કિડનીના રોગ, ડાયાબિટીસ વગેરેમાં લાભ થાય છે.
છ મુખી રુદ્રાક્ષ
આના દેવતા ગણેશ તથા કાર્તિક છે. ગ્રહ દેવતા શુક્ર છે. કોઢ, પથરી, કિડનીના રોગ માટે ધારણ કરી શકાય છે.
સાત મુખી રુદ્રાક્ષ
આમાં સાત નાગ નિવાસ કરે છે. આમાં ગ્રહ શનિ મહારાજ છે. શારીરિક દુર્બળતા, પેટના રોગ, લકવો, ચિંતા અસ્થમા વગેરે માટે ધારણ કરાય છે.
આઠ મુખી રુદ્રાક્ષ
આમાં કાર્તિકે તથા ગણેશ જી દેવતા છે. આનો ગ્રહ રાહુ છે. અશાંતિ, ચામડીના રોગ, ગુપ્તરોગ વગેરેમાં ધારણ કરવામાં આવે છે.
નવ મુખી રુદ્રાક્ષ
નવદુર્ગા તથા ભૈરવ આના દેવતા છે. ગ્રહ કેતુ છે. ફેફસા, આંખના રોગ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે ધારણ કરવામાં આવે છે.
દસ મુખી રુદ્રાક્ષ
ભગવાન વિષ્ણુ આના દેવતા છે. આને ધારણ કરવાથી નવગ્રહ શાંતિ તથા કફ સંબંધી અને હૃદય રોગ વગેરેમાં લાભ થાય છે.
અગિયાર મુખી રુદ્રાક્ષ
બધા 11 રુદ્ર આના દેવતા છે. બધા ગ્રહ પ્રસન્ન થાય છે. સાંધા તથા સ્નાયુ ના રોગ મા લાભકારક છે.
બાર મુખી રુદ્રાક્ષ
આના દેવતા તથા ગ્રહ સૂર્ય છે. આને ધારણ કરવાથી અપાર વૃદ્ધિ થાય છે. માથાનો દુખાવો ,શક્તિ તથા હૃદયરોગમાં લાભ થાય છે.
તેર મુખી રુદ્રાક્ષ
આના દેવતા કામદેવ છે. આકર્ષણ, વશીકરણ, સુંદરતા, સમૃદ્ધિ માં લાભ થાય છે.
ચૌદ મુખી રુદ્રાક્ષ
આના દેવતા હનુમાનજી છે. તંત્ર મંત્ર, ભૂત-પ્રેત વગેરેથી રક્ષા કરે છે. ડર, લકવો, કેન્સર વગેરેમાં લાભદાયી છે.
Post a Comment