મંત્ર એક એવા વિશેષ પ્રકાર ની ધ્વનિ છે જે રહસ્યમયી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જયારે આપણે એક જ માત્ર નો વારે વારે જાપ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે જે આપણને ઘણી પ્રભાવિત કરે છે. આવી રીતે મન્ત્ર નો જાપ કરી ને આજુબાજુ ની ઉર્જા ને નિયંત્રિત કરી શકીએ છીએ.
આવા ઘણા મંત્રો નો જાપ કરી ને આપણે ધન.સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યાન નું સમાધાન કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કઈ સમસ્યા માટે ક્યાં મંત્ર નો જાપ જરૂરી છે. –
રોગ દૂર કરવા માટે મન્ત્ર :
“ૐ રોગ શેષન ફંસી તુષ્ટા રૂષ્ટા તું કામન સકલન ભીષ્ટ, તવમાશ્રિતાઃ ન વિપન્નરાણાનં તવમાશ્રિતા હયાશ્રયતા પ્રયાન્તિ “
આ મંત્ર માં દુર્ગા ને સમર્પિત છે. આ માત્ર નો જાપ કરવા માટે રુદ્રાક્ષ ની માળા નો ઉપયોગ કરવો જોઈએ. આ મંત્ર નો નિયમિત જાપ કરવા થી ઘણા રોગ દૂર થાય છે.
વ્યવસાય સફળ બનાવવા માટે નો મંત્ર:
“ૐ કંસનસ્મિતમ હિરણ્યા પ્રકારામ આદ્રા જ્વલનતી તૃપ્તમ તર્પયન્તીમ, પડ઼ેસ્થિતં પદ્માવારણાંમ તામી હોપ વ્હાયેશ્રિયમ”
આ મંત્ર ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી ધન ને લગતી સમસ્યા દૂર થાય છે.
ધન પ્રાપ્તિ માટે મંત્ર:
“ૐ યા સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થયતા, નમસ્તસયે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ “
આ મંત્ર પણ ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મઁત્ર નો 108 વાર રોજે જાપ કરવાથી અપાર ધન પ્રાપ્તિ માં વૃદ્ધિ મળે છે. આ મંત્ર નો જાપ કરવા તુલસી ની માલા નો ઉપયોગ કરવો જોઈએ .
ડર દૂર કરવાનો મંત્ર:
“ૐ સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સંનિવર્તે ભયેભયસ્ત્રહીનો દેવી દુર્ગા દેવી નમોસ્તુતે “
આ મંત્ર દેવી દુર્ગા ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી બધા પ્રકારના ડર દૂર થાય છે. આ મંત્ર નો જાપ રુદ્રાક્ષ ની 108 મણકાની માળા સાથે કરવો જોઈએ.
Post a Comment