ભોળાનાથ પોતાના નામની જેમ જ ખૂબ જ ભોળા છે, એટલા માટે કહેવામાં આવે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. એટલા માટે શ્રાવણના મહિનામાં અથવા તો પછી શિવરાત્રિના અવસરો ઉપર ભગવાન શિવને મનાવવાની કોશિશ કરવામાં આવે છે. વિધિ-વિધાનથી પૂજા કરી ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે અને મનોકામના પૂરી કરવા માટે આશીર્વાદ પણ લેવામાં આવે છે.
પરંતુ તમને કહી દઈએ કે ભગવાન શિવને જલ્દી પ્રસન્ન થાય છે એમજ તે ગુસ્સામાં પણ આવી જાય છે. વ્યક્તિનો સર્વનાશ પણ કરી દે છે. એટલા માટે ભગવાન શિવની પૂજામાં થોડુંક વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
શિવજીને બીલીપત્ર ધતુરો અને એક લોટી જળથી ખુશ કરી શકાય છે. ત્યાં જ મહાશિવરાત્રિ નો પાવન દિવસ આવી જ રહ્યો છે. આ વખતે 21 ફેબ્રુઆરી 2020 શુક્રવારના દિવસે મહાશિવરાત્રી આવી રહી છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવશે. પરંતુ ચાલો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ કઈ વસ્તુ નું વિશેષ મહત્વ છે તો ચાલો જાણીએ કઈ તે વસ્તુ છે.
આયુર્વેદમાં ભાંગ અને ધતુરો નો વપરાશ ઔષધિના રૂપમાં થાય છે. શાસ્ત્રોમાં તે બીલીના ત્રણ પાંદડા ને રજ, સત્વ અને તમોગુણ નું પ્રતિક માનવામાં આવ્યું છે. સાથે જ તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું પણ પ્રતીક માનવામાં આવે છે. તેમના સિવાય ભગવાન શિવને ભાંગ અને ધતુરાનું વપરાશ પણ કરવામાં આવે છે. એટલા માટે મહાશિવરાત્રિની પૂજામાં ભગવાન શિવને ભાંગ, ધતૂરો અને બીલીપત્ર જરૂરથી ચડાવો કેમ કે તેમની પાછળ એક કથા છે તો ચાલો તે કથા ને જાણીએ.
શિવ મહાપુરાણમાં ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવ્યા છે કેમકે સાગર મંથનના સમયે ભગવાન ભોળાનાથે સાગર મંથનનું ઉત્પન હળાહળ વિષ પીય ને સૃષ્ટિને નાશ થતા બચાવી લીધી હતી. પરંતુ વિષ પીધા પછી તેમના પ્રભાવથી ભગવાન શિવ નું ગળું નીલા રંગ નું થઈ ગયું હતું કેમ કે તેમણે વિશ ને પોતાના ગળા નીચે ઉતરવા દીધુ નહીં.
તેમનું પરિણામ તે થયું કે વિષ ભગવાન શિવના મસ્તક ઉપર ચડી ગયું અને ભોળાનાથ અચેત થઈ ગયા. આવી સ્થિતિમાં દેવતાઓ ના સામે ભગવાન શિવ ને ભાનમાં લાવવા ખૂબ જ મોટી મુશ્કેલી બની ગઈ. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિમાં આદિ શક્તિ પ્રગટ થઈ અને ભગવાન શિવના ઉપચાર કરવા માટે જડીબુટ્ટીઓ અને જળથી શિવજી ના ઉપચાર કરવાનું કહ્યું.
ભગવાન શિવ ના મસ્તકની હળાહળ ગરમીને દૂર કરવા માટે દેવતાઓએ ભગવાન શિવ ના મસ્તક ઉપર ધતુરો, ભાંગ રાખી અને નિરંતર જળનો અભિષેક કર્યો તેનાથી શિવજીના મસ્તક પરથી વિષ દૂર થઈ ગયું તે સમયથી ભગવાન શિવને ધતુરો ભાગ અને જળ ચઢાવવામાં આવે છે.
Post a Comment