ફક્ત આટલા રૂપિયામાં ફરો દુબઈ, IRCTC લાવ્યું સસ્તામાં દુબઈ ફરવાની તક
આપણે જાણીએ જ છીએ કે દુબઈ ફરવા માટે ઘણા બધા પૈસા ખર્ચવા પડે છે. સામાન્ય લોકો આ સપનું પૂરું પણ નથી કરી શકતાં પરંતુ હવે ઘણા લોકોનું દુબઈ ફરવાનું સપનું IRCTC પૂરું કરવા જઈ રહી છે. બીજા પેકેજ કરતાં IRCTC અડધા ભાવમાં દુબઈ ફરવા લઈ જશે. IRCTC ટુરિઝમ ફકત ૫૦ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિના ખર્ચમાં દુબઈનું ૫ દિવસ અને ૪ રાતનું પેકેજ લઈને આવી છે. આ પેકેજમાં તમે દુબઇની સાથે અબુધાબીની પણ મજા લઇ શકશો. આ ટુરની શરૂઆત મુંબઈ થી થશે. આ ટુરની શરૂઆત ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ થી કરવામાં આવશે. ત્યારબાદ બીજી ટુર ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ અને ત્રીજી ટુર ૩૦ માર્ચ ૨૦૧૯ ના રોજ શરૂ થશે. રેલ્વે ના જણાવ્યા મુજબ હવે ફક્ત ૩૦ સીટ જ ખાલી હોવાથી લોકો પાસે ખુબ જ ઓછો સમય છે.
ટુર પેકેજમાં તમને એર અરેબિયાની મુંબઈ થી દુબઈ અને દુબઈ થી મુંબઈની ફ્લાઇટ મળશે. તેમજ એરપોર્ટ ટ્રાન્સફર, હોટેલમાં રોકાણ, સાઈટસીન, દુબઈ વિઝા ફ્રી, ૫ દિવસનો બ્રેક ફાસ્ટ તેમજ ડિનર, સાઈટસીન એસી બસ દ્વારા અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સામેલ છે.
આ ટુર પેકેજમાં તમને દુબઇની સૌથી ફેમસ જગ્યાઓ જેવી કે બુર્જ ખલીફા, ડેઝર્ટ સફારી, દુબઈ મોલ, મિરેકલ ગાર્ડન, ક્રુઝ દુબઈ મ્યુઝીયમ જેવી જગ્યા માણવા મળશે. ત્યારબાદ અબુધાબીમાં શેખ જાયદ મસ્જીદ, ફરારી વર્લ્ડ, સ્નો પાર્ક, સૌથી મોટો થીમ પાર્ક અને મોલ ઓફ એમિરેટ્સ જેવી જગ્યાએ ફરવાનો મોકો મળશે.
આ ટુર પેકેજમાં ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ માં ડબલ અને ત્રીપલ ઓક્યુંપેન્સી માટે ટુર પેકેજની કિંમત ૪૯,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે અને જો તમે એક જ વ્યક્તિનું બુકિંગ કરાવો છો તો ૬૨,૬૯૦ રૂપિયા થશે. ૧૪ ફેબ્રુઆરી માટે ડબલ અને ત્રિપલ ઓક્યુંપેન્સી માટેની કિંમત ૪૮૧૯૦ રૂપિયા છે. સિંગલ ઓક્યુપેન્સી માટેની કિંમત ૫૯૦૦૦ છે. ૩૦ માર્ચના ટુર પેકેજમાં ડબલ અને ટ્રિપલ ઓક્યુપેન્સીની કિંમત ૪૭૫૯૦ રૂપિયા અને સિંગલ ઓક્યુપંસીની કિંમત ૫૮,૫૯૦ રૂપિયા રાખવામાં આવી છે. આ ટુર માં ખુબ જ મર્યાદિત સીટ બાકી રહી હોવાથી લોકોએ જેટલું જલ્દી બને એટલું વહેલું બુકિંગ કરવા રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે.