એક ર(મઝાની) વાત


આજની એક ર(મઝાની) વાત...
ખાસ કરીને મિડલ-ઇસ્ટના શહેરોમાં રમઝાનના ૩૦ દિવસોમાં જ ૧૧ મહિનાની સખાવત (દાનધર્મ)નું સાટુ વળતું હોય છે.
મોટી કોર્પોરેટ કંપનીઓ તેમના એમ્પ્લોઈઝને કેશ-બોનસ અને નાની કંપનીઓ ગિફ્ટ-હેમ્પર્સ સાથે જરૂરી એવી ખાધાખોરાકી પણ પુરી પાડે છે. બસ એ જ નિયત કે કોઈ તરસ્યું ન બેસે, કોઈ ભૂખ્યું ન સુવે. રોઝા કરનારને જરૂરી એવી તાકાત મળતી રહે.

પાછલાં વર્ષોમાં કોકાકોલા, મેક્ડોનાલ્ડ્સ, બેંક્સ, જેવી ઘણી બ્રાન્ડ્સ તેમની પ્રોડકટ્સ અને સર્વિસ દ્વારા ભલાઈની લ્હાણી પણ કરતી રહી છે. તો આ વર્ષે UAEની એરલાઇન્સ કંપની Etihad એરવેઝએ કૂલ આઈડિયા દ્વારા કરી છે.
"ઇતિહાદ રમદાન ફ્રિજ" - એવું રેફ્રિજરેટર જેમાં ઇફ્તારી અને સહેરી માટે જરૂરી એવી ફૂડ આઇટમ્સ મળી શકે...સાવ મફતમાં.
ઇતિહાદે આવાં સેંકડો ફ્રિજ દુબઇ, શારજહાં અને અબુધાબી ઉપરાંત બીજાં અન્ય
શહેરોમાં એવી વસાહતોમાં ગોઠવ્યા છે જયાં મુખ્યત્વે મજૂર અને કારીગર વર્ગ રહેતો હોય. તેમાં એવી સરપ્લસ પ્રોડકટ્સ મૂકી રાખે છે. જે ફલાઇટ દરમ્યાન આપવામાં આવતી હોય છે. (જેમ કે...દૂધ, પાંઉ-રોટી, જામ-બટર-પનીર, જ્યુસ, ફ્રૂટ્સ વગેરે...)
સાથેસાથે શહેરીજનોને પણ અપીલ કરી છે કે તેઓ પણ જે ઘરમાં સરપ્લસ હોય અને જરૂરતમંદોને આપી શકાય એવાં ખોરાકનું દાન કરી શકે છે. એક આડ સવાલ : 'ત્યાં એવાં લોકો પણ હશે કે જે ખાવાનું ઉપરાંત આખેઆખું ફ્રિજ પણ મૂકી આવતા હશે !?! 🤔
બોલો છે ને માણસાઈનું મસ્ત માર્કેટિંગ ! હવે ત્યાંના જે કોઈ વાચક દોસ્તને એવાં પ્રત્યક્ષ ફ્રિજનો સામનો થયો હોય તો અપડેટ્સ આપી શકે છે.

ખૈર, 'કુછ અચ્છા કિયા'ની તસલ્લીથી કરવામાં આવેલા આ કામો 'આમ' જોવા જઇયે તો 'ખાસ' બને છે. પણ આવા કાઈન્ડનેસના ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન કેટલું ઇન્ટેન્સિવ અને ઈમ્પ્રેસીવ મળે છે એ તો અલ્લાહ જ જાણે!
(ફોટો ક્રેડિટ Etihad Air)
Murtaza Patel 
Labels:

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.