ભારત સરકારની 108 માં ફરજ બજાવતી માતા પોતાના બાળકોને કોરોના વાયરસ ચેપ ના લાગે તે ભયથી સ્પર્શ પણ નથી કરી શકતી.

  • કોરોના વાયરસ  મહામારીના સમયમાં નોકરી કરતી માતાને પોતાના વ્હાલસોયા સંતાનોની ચિંતા રહેતી હોય છે અને તે બાળકને કોઈપણ જાતની તકલીફ પડે તો તેને વધુમાં વધુ ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ મહામારીનો સમયમાં અમદાવાદ શહેરની 108 એમ્બ્યુલન્સ સેવા ફરજ બજાવતી જ્યા રાઠોડ છ વર્ષ બાદ જન્મેલા જુડવા બાળકો ને સમય આપી શક્તી નથી. 
  • જેમા એક બાળકનો મહિના પહેલા ઓપરેશન કરેલ હોય અને બીજી બાળકી ને આંતરડા માં ગાંઠ હોય છતાં તે બંને બાળકોને પોતાના માતા-પિતા અને પતિ પાસે છોડીને ફરજ બજાવવા જાય છે. કોરોનાવાયરસ માં ડોક્ટરો અને નર્સ સતત કાર્યશીલ છે. તેવા સંજોગોમાં જયા રાઠોડ મેટરનીટી લિવ મળતી હોવા છતાં તે લીધા વિના ફરજ બજાવતી જોવા મળે છે
  • જયા રાઠોડે જણાવ્યું કે હું 2009થી ભારત સરકાર ની 108 એમ્બ્યુલન્સ સેવામા ફરજ બજાવું છું. લગ્નના છ વર્ષ બાદ ivf સારવારથી મને ગર્ભ રહેલો હોય તે માટે 2019 રજા લીધી હતી. પાંચ મહિના પહેલા જ મારા ઘરે બે જુડવા બાળકોનો જન્મ થયો. તેમા મારા પુત્ર વિહાનનુ 3 માર્ચે હ્ર્નિયા નુ ઓપરેશન થયું, જ્યારે મારી પુત્રી વિહા ને આતરડા મા પાણી ની ગાંઠ થઇ છે, તેનું ઓપરેશન કરવાનું બાકી છે. આ બાળકોને સાચવવા માટે મારા માતા પિતાને ઘરે બોલાવી લીધા છે અને મારા પતિ પ્રવીણ સોલંકી રેલવેમાં નોકરી કરે છે. લોક ડાઉન લીધે તે ઘરે જ છે તે પણ બાળકોને સાચવે છે.
  • મારે સવારે 8 થી  સાંજે ૮  એમ 12 કલાક ની નોકરી હોય છે. ઘણી જતાં જ મારા પતિ અથવા સાસુ દરવાજો ખોલે છે. અને તરત જ બાથરૂમમાં જઈને નાહી લઉં છું મારા બાળકો નો સ્પર્શ પણ નથી પડતી હાથમાં લીધા કે જોડે સુવાડીયા પણ  નથી. તેઓ થી હુ દુર રહુ છુ અને આ બાળકોની સાર સમ્ભાળ મારા પતિ સારી રીતે રાખે છે. આ કોરોના વાયરસની મહામારીમા મને મારી ફરજ પર મારા પરીવાર જનો ના પાડતા નથી. એટલે મને જુસ્સો રહે છે…
Labels:

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.