દીકરી-જમાઈએ ઘરની બહાર કાઢી મૂક્યા તો દીકરાએ પણ કરી દીધા હાથ અધ્ધર, પોલીસે દાખવી માનવતા

જયપુર: કહેવાય છે કે દીકરો કપૂત નીકળી શકે છે, પરંતુ દીકરીઓ પોતાના માતા-પિતાની હંમેશા મદદ કરે છે. પરંતુ ભરતપુરમાં એક દીકરીએ આ સંબંધને કલંકિત કરી દીધો. 80 વર્ષના પિતા પંજાબથી પોતાની દીકરીને મળવા આવ્યા હતા પરંતુ લૉકડાઉનના કારણે ફસાઈ ગયા. દીકરી અને જમાઈને વૃદ્ધનું તેમના ઘરે રહેવું પસંદ ન આવ્યું. બંનેએ ધક્કા મારીને તેમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા. શરમનાક વાત તો એ છે કે દીકરાએ પણ હવે પિતાને રાખવાની ના પાડી દીધી.

દુઃખી વૃદ્ધ જણાવી પોતાની દાસ્તાન
કહેવાય છે કે દીકરો કપૂત નીકળી શકે છે, પરંતુ દીકરીઓ પોતાના માતા-પિતાની હંમેશા મદદ કરે છે. પરંતુ ભરતપુરમાં એક દીકરીએ આ સંબંધને કલંકિત કરી દીધો. 80 વર્ષના પિતા પંજાબથી પોતાની દીકરીને મળવા આવ્યા હતા. પરંતુ તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. આની જાણકારી જ્યારે પોલીસ સુધી પહોંચી, ત્યારે વૃદ્ધના રહેવા અને જમવાની તેમણે વ્યવસ્થઆ કરી. આ કહાની છે લુધિયાણામાં રહેતા રમેશ ચંદ્ર શર્માની. જ્યારે તેમને તેમની દીકરીની યાદ આવી તો, તેઓ ભરતપુર તેને મળવા માટે આવી ગયા. પરંતુ લૉકડાઉનના કારણે પાછા જવું સંભવ નથયું. એટલે તેઓ દીકરીના ઘરમાં જ રોકાઈ ગયા.

2-4 દિવસ સુધી તો વાંધો ન આવ્યો, પરંતુ પછી દીકરી અને જમાઈનું વર્તન બદલાઈ ગયું. તેઓ બુઝુર્ગને મહેણા મારવા લાગ્યા. માનસિક રીતે હેરાન કરવા લાગ્યા. બુઝુર્ગ મજબૂરીમાં બધુ સહન કરવા લાગ્યા, તો બંનેએ તેમને ધક્કા મારીને બહાર કાઢી મુક્યા. ઉદ્યોગ નગર પોલીસની સૂચના બાદ પોલીસ મોકા પર પહોંચી. તેમના રહેવા અને જમવાનો પ્રબંધ કરાવ્યો. દીકરો તો કપૂત નીકળ્યો ઉદ્યોગ નગરના પોલીસ સ્ટેશનના પ્રભાવી ચંદ્રપ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે વૃદ્ધ લુધિયાણા જવાની ઈચ્છા જાહેર કરી હતી. જે બાદ વૃદ્ધ માટે ઑનલાઈન પાસની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ જ્યારે વૃદ્ધના દીકરા સાથે વાત કરવામાં આવે તો, તેઓ પિતાને પોતાની સાથે રાખવા રાજી ન થયા. ઘટના બાદ પોલીસે જમાઈ પ્રદીપ શર્માની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડીએમ સિટી રાજેશ ગોયલે તેમના રહેવાની વ્યવસ્થા કરી છે.
Labels:
This is the most recent post.
Older Post

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.