નવીદિલ્હી : ફેસબુક ઉપર બર્થડે વિશ કરનારને ફેસબુકે નવી એક ગિફ્ટ આપી છે. આને માટે ફેસબુકે એક નવી બર્થડે સ્ટોરી લોન્ચ કરી છે. ફેસબુકના ચાહકો માટે આ સમાચાર આનંદ આપનાર ગણાય. નવાં ફીચર મારફતે યુઝર્સ સ્પેશ્યલ સ્ટોરીમાં ડિજીટલ કાર્ડ, ફોટાઓ તથા વિડિઓ અપલોડ કરી શકાય છે.
કંપનીએ જણાવ્યું કે, નવાં ફીચરમાં મજેદાર તથાં યાદગાર હેપી બર્થડે મેસેજ પણ જોવામાં આવશે. નવાં ફીચર ની ખાસિયત એ હશે કે, જાણે તમને તમારો દોસ્ત કે સંબંધી તમારાં બર્થડે પાર્ટીમાં કાર્ડ આપી રહ્યાં છે.
જાણો : કેવી રીતે ઉપયોગ કરી શકાશે?
આ ફીચરનો ઉપયોગ કરવાં માટે બર્થડે નોટિફિકેશન પર ટેપ કરવાનું રહેશે. એ પછી તમે કોઈ ફોટો, શોર્ટ વિડિઓ અપલોડ કરી શકશો. જે તમારાં મિત્રની સ્ટોરીમાં જોઇ શકાશે. આ ઉપરાંત આ સ્ટોરીમાં હેપી બર્થડેનો સાઉન્ડટ્રેક ઉમેરવા માટે મ્યુઝિક સ્ટિકર પણ જોડી શકશો. ત્યાર બાદ તમારી એ વિશ પર્સનલાઇઝ્ડ સ્લાઇડ- શોની જેમ તમારાં મિત્રના બર્થડે સ્ટોરીમાં ઉમેરાઈ જશે.
Post a Comment