દાંતમાં સડો મુખ્ય રૂપથી પેઢામાં બળતરાં અને તૂટેલા દાંતને કારણે થાય છે. દાંતમાં સડો થવો એ મુખ્ય રીતે એક પ્રકારનું સંક્રમણ હોય છે જે પેઢા અને દાંતના મૂળની વચ્ચે થાય છે અને તેના કારણે વધારે દુખાવો થાય છે અને દાંતની અંદર પરૂ બની જાય છે, જેથી દાંતમાં સતત દુખાવો રહે છે.
દાંતની તકલીફને અવગણો નહીં
જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતનની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
દાંત અને પેઢાંની બીમારીના ઉપાય
દાંતમાં પરૂ હોવાના કારણે જે દર્દ થાય છે તે અસહ્ય હોય છે તથા આ દર્દને રોકવા માટે લોકો અનેક પ્રકારના ઉપચાર કરે છે પરંતુ અંતે દર્દમાં વધારો થાય છે. જો તમે પણ પેઢાંની બીમારીઓથી ગ્રસિત છો તો અહીં જણાવેલા કેટલાંક સરળ અને ઘરેલૂ નુસખાઓ અજમાવી શકો છો. આ પહેલાં તમારે આ બીમારીના લક્ષણ તથા કારણો ઓળખવા પડશે.
દાંતમાં પરૂ થવાના કારણો
-પેઢાંની બીમારી
-મોઢાની સફાઇ યોગ્ય રીતે ન કરવી
-રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવી
-તૂટેલા દાંત અને પેઢાંમાં સોજા અને બળતરાં
-દાંતમાં ઇન્ફેક્શન
-બેક્ટેરિયા
-કાર્બોહાઇડ્રેડ યુક્ત તથા ચીકણા પદાર્થ વધારે માત્રામાં ખાવા
દાંતમાં પરૂ થવાના લક્ષણ
– જ્યારે પણ કંઇ ખાવ તો ઇન્ફેક્શનવાળી જગ્યા પર દર્દ
– સંવેદનશીલ દાંત
– મોઢામાં ગંદા સ્વાદવાળા તરલ પદાર્થનો સ્ત્રાવ
– શ્વાસની દુર્ગંધ
– પેઢાંમાં લાલાશ અને દર્દ
– અસ્વસ્થ રહેવું
– મોંઢુ ખોલવામાં તકલીફ થવી
– પ્રભાવિત ક્ષેત્રમાં સોજાના કારણે – ચહેરા પર સોજો લાગવો
– દાંતમાં અચાનક દર્દ થવું
– અનિદ્રા
– દ્રાવ્ય પદાર્થો ગળવામાં તકલીફ થવી
– તાવ આવવો
લસણ
લસણ બેક્ટેરિયાને મારવા માટે એક પ્રાકૃતિક હથિયાર છે. કાચા લસણનો રસ ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. જો ખરેખર તમારાં દાંતમાં વધારે દર્દ થઇ રહ્યું હોય તો તમે આવું કરી શકો છો. કાચા લસણની એક કળી લો તેને પીસીને રસ કાઢી લો. આ રસને ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવો. આ ઘરેલૂ ઉપચાર દાંતના દર્દમાં જાદુઇ કામ કરે છે.
લવિંગનું તેલ
લવિંગનું તેલ ઇન્ફેક્શન રોકવામાં સહાયક હોય છે તથા દાંતોના દર્દમાં અને પેઢાંની બીમારીનો સારો ઉપચાર છે. થોડું લવિંગનું તેલ લો તથા આ તેલથી ધીરેધીરે બ્રશ કરો. આ તેલને ઇન્ફેક્શનવાળા એરિયામાં લગાવતી વખતે વધારે સાવધાની રાખો, વધારે દબાણપૂર્વક તેલ ન લગાવો અને પેઢાં પર હળવા હાથે માલિશ કરો. પેઢાં પર લવિંગનું તેલ થોડી જ માત્રામાં લગાવો અને ધીરે ધીરે માલિશ કરો.
મીઠું
જો તમારે તરત જ આરામ જોઇએ છે તો મીઠાંનો આ ઉપાય કરો. આ માટે થોડું મીઠું ગરમ પાણીમાં મેળવો અને તે પાણીથી કોગળા કરો. શરૂઆતમાં થોડો દુખાવો થશે અને ત્યારબાદ થોડો આરામ મળશે. આવું બે-ત્રણ વખત કરવાથી દર્દ લગભગ 90 ટકા ઓછું થઇ જશે.
ઓઇલ પુલિંગ
આ ઘરેલૂ ઉપચાર ખૂબ જ સહાયક છે, તેમાં તમારે માત્ર નારિયેળ તેલની જરૂર રહે છે. એક ચમચી નારિયેળ તેલ લો અને તેને તમારાં મોઢામાં ભરી રાખો. તેને પી ના જશો અને 15 મિનિટ સુધી તમારાં મોઢામાં રાખો. ત્યારબાદ તેને થૂકી નાખો અને મોઢુ ધોઇ લો.
ફુદીનાનું તેલ
દાંતના દર્દમાં ફુદીનાનું તેલ જાદુઇ અસર કરે છે. તમારી આંગળીઓના ટેરવાં પર થોડું તેલ લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર મસળો. આનાથી દાંતના દર્દમાં તરત જ રાહત મળશે.
ટી બેગ
ટી બેગ એક અન્ય ઘરેલૂ ઉપચાર છે, હર્બલ ટી બેગને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. આનાથી પરૂને કારણે થતાં દર્દમાંથી તમને તરત રાહત મળશે.
એપ્પલ સાઈડર વિનેગર
દાંતોમાં પરૂ થવાના કારણે એપ્પલ સાઈડર વિનેગર એક અન્ય ઉપચાર છે. તે પ્રાકૃતિક હોય કે ઓર્ગેનિક, આ ઉપચાર એકદમ પ્રભાવશાળી રીતે કામ કરે છે. એક ચમચી વિનેગર લો અને તેને થોડાં સમય સુધી મોઢામાં રાખીને થૂંકી નાખો. આનાથી પ્રભાવિત ક્ષેત્ર કિટાણુમુક્ત થઇ જશે અને સોજો પણ ઉતરી જશે.
Post a Comment