પીળા કલર વાળી સાડી બાદ હવે બ્લુ વન પીસ ડ્રેસવાળી પોલિંગ ઓફિસરે થઈ રહી છે સોશિયલ મીડિયા માં વાયરલ,જુઓ તસ્વીરો..


સોશિયલ મીડિયામાં હાલ જ યલો સાડી પહેરેલી એક મહિલા પોલિંગ ઓફિસરના ફોટો વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયામાં આ પોસ્ટને લાખો લોકોએ શેર અને લાઈક કરી હતી. તેવામાં હાલ અન્ય એક મહિલા પોલિંગ ઓફિસરના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. બ્લુ વન પીસ ડ્રેસ પહેરી અને આંખો પર સનગ્લાસ પહેરેલી આ મહિલા બૂથ ઓફિસર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.
બ્લુ વન પીસ ડ્રેસ પહેરેલી લેડી પોલિંગ ઓફિસર ભોપાલ લોકસભા સીટ પર પોલિંગ બૂથ ઓફિસર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જેમની ડ્યુટી ગોવિંદપુરા વિધાનસભાના કોઈ પોલિંગ બૂથ પર છે.
મહિલાના હાથમાં જે બોક્સ છે, તેના પર 154 લખેલું છે, જે ગોવિંદપુરા વિધાનસભાનો નંબર છે. ત્યાંના લોકલ મીડિયા અખબારોમાં પણ આ મહિલા ઓફિસરના ફોટો છપાયા હોવાના અહેવાલ છે.
સોશિયલ મીડિયામાં આ મહિલા પોલિંગ ઓફિસરના ફોટા વાઇરલ થઈ રહ્યા છે. જેમાં લોકો લખી રહ્યા છે કે, આજે ભોપાલના જે બૂથ પર આ અધિકારી હશે, ત્યાં 100 ટકા મતદાન થશે.

થોડાક દિવસ પહેલા જ પીળા રંગની સાડી પહેરેલી એક મહિલા પોંલીગ ઓફિસરના ફોટો વાઇરલ થયા હતા.એક મહિલા અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે. વાત છે PWD વિભાગમાં કામ કરતા અને હાલ ચૂંટણીની ડ્યૂટીમાં વ્યસ્ત એક મહિલા અધિકારીની. આ મહિલા અધિકારી તેમની અદભુત સુંદરતાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.

આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મશીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે.
પીળા રંગની સાડીમાં એકવડીયો બાંધો ધરાવતા આ મહિલા અધિકારી ચૂંટણી દરમિયાન ખીલખીલાટ હસતા નજરે પડે છે. આ મહિલા અધિકારીના ફોટા પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં તેઓ ચહેરા પર કાળા ગોગલ્સ પહેરી, છુટ્ટા વાળ રાખી હાથમાં બે ઈવીએમ મશીન લઈને જતા નજરે પડે છે.
આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી રહ્યાં છે. અને કેટલાક લોકો આ ફોટાઓને મતદાન દરમ્યાનના સારામાં સારા ફોટા ગણાવી રહ્યા છે. આ ફોટા 6 મે એ યોજાયેલા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે 5 તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમના આ ફોટો એક ફોટો જર્નાલિસ્ટે ખેંચ્યા છે. આ તસવીરો લખનૌની હોવાનો અંદાજ છે.
Labels: ,

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.