કોણ છે ભગવાન કરી અયપ્પા, જાણો સબરીમાલા મંદિર નો ઇતિહાસ અને માન્યતા
- ભારતના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક સબરીમાલા મંદિર અહીં જે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને મક્કા મદીના ની જેમ જ વિશ્વના સૌથી મોટા તીર્થસ્થાનો માંથી એક માનવામાં આવે છે.
- અયપ્પા સ્વામી મંદિર કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક છે. દક્ષિણ ભારતના કેરળમાં સબરીમાલામાં આયાપ્પા સ્વામી મંદિર છે. સબરીમાલા ના નામ શબરી ના નામ ઉપરથી છે. જેમનું વર્ણન રામાયણમાં છે.આ મંદિર પહાડોની વચ્ચે વસેલું છે. અહીં એક ધામમાં આવેલું છે જેને સબરીમાલા શ્રી ધર્મષષ્ઠ મંદિર કહેવામાં આવે છે.
Loading…
- શબરીમાલા ની માન્યતા
- આ મંદિરની પાસે મકરસંક્રાંતિની રાત્રે અંધારામાં એક જ્યોતિ જોવા મળે છે.આ જ્યોતિના દર્શન માટે દુનિયાભરમાં કરોડો શ્રધ્ધાળુઓ દરવર્ષે આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે આ રોશની જોવા મળે છે. તેમની સાથે જ અવાજ પણ સાંભળવા મળે છે. ફક્ત માને છે કે દેવ જ્યોતિ છે અને ભગવાન તેમને ખુદ પ્રગટાવે છે. તેને મકર જ્યોતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે.
- આ મંદિરમાં મહિલાઓનું આવવાનું વર્જિત છે. તેમની પાછળની માન્યતા છે કે અહીં જે ભગવાનની પૂજા થાય છે. તે બ્રહ્મચારી હતા એટલા માટે અહીં 10 થી ૫૦ લાખ સુધીની છોકરીઓ અને મહિલાઓને પ્રવેશ કરી શકતી નથી. આ મંદિરમાં એવી નાની બાળકીઓ આવી શકે છે જેમને માસિક ધર્મ શરૂ થયું ન હોય અથવા તો એવી વૃદ્ધ મહિલાઓ જે માસિક ધર્મ થી મુક્ત થઈ ચૂકી હોય.
- અહીં શ્રી આયપ્પા ની પૂજા થાય છે તેમને હરિહર પુત્ર કહેવામાં આવે છે એટલે કે વિષ્ણુ અને શિવના પુત્ર. અહીં દર્શન કરવા વાળા ભક્તો ને બે મહિના પહેલા થી જ માસ અને માછલીનું સેવન નો ત્યાગ કરવાનો હોય છે. માન્યતા છે કે જો ભક્ત તુલસી અથવા તો રુદ્રાક્ષ ની માળા પહેરીને અને વ્રત રાખીને અહીં પહોંચે અને દર્શન કરે તો તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય.
Loading…