દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બાથટબમાં ડૂબીને મોતના રહસ્ય પરથી હમા જ એક પડદો ઉઠ્યો છે. અભિનેત્રીના નામ પર એમનું એક જીવનચરિત્ર ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’ લખનાર લેખક સત્યાર્થ નાયકે ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં ઘણી વાર બેહોશ થઇ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ સામેલ કર્યા.
એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નાયકે જણાવ્યું કે, ‘હું પંકજ પરાશર (જેમણે શ્રીદેવીને ફિલ્મ ચાલબાઝમાં નિર્દેશિત કર્યા હતા) અને નાગાર્જુનને મળ્યો. બંનેએ જ મને એ વિશે જણાવ્યું કે એમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. જયારે તેઓ આ બંને સાથે કામ કરી રહી હતી ત્યારે તે ઘણીવાર બાથરૂમમાં બેહોશ થઈ ગઈ હતી. પછી મેં આ મામલે શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરી સાથે મુલાકાત કરી.’
તેમણે મને એમ પણ કહ્યું હતું કે તેમને શ્રીજી બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહયું હતું. બોની સરે પણ મને જણાવ્યું કે એક દિવસ આવી રીતે ચાલતા ચાલતા જ શ્રીજી અચાનક પડી ગયા. જેમ મેં કહ્યું તેમ, તેમને લો બ્લડપ્રેશર હતું. આ પહેલા કેરળના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા હતી. 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દેશની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની મોતના ચોંકાવનારા સમાચારે આખા દેશને ચોંકાવીને મૂકી દીધું હતું.
ખબરો અનુસાર શ્રીદેવી દુબઈમાં હોટલના એમના રૂમમાં બાથટબમાં પતિ બોની કપૂરને બેભાન હાલતમાં મળી હતી. ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે મોત ‘આકસ્મિક ડૂબવાના કારણે’ થયું છે. આ પછી, તેના રહસ્યમય મૃત્યુ અંગે અનેક અટકળો કરવામાં આવી રહી હતી. લેખક દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યાની સાથે જ આ બધી જ અટકળો પર વિરામ લાગી ગયું હતું.દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’માં તેમના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું. જાહ્નવી અને બોની કપૂરે ઘણા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને ગુમાવવાના આંચકાથી તેઓ હજી સુધી સ્વસ્થ થયા નથી
Post a Comment