પૂજા કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન, ઘરમાં બની રહેશે ખુશહાલી

  • વાસ્તુશાસ્ત્રમાં પૂજા સંબંધિત ઘણી ટીપ્સ આપવામાં આવેલી છે. જેનું પાલન દરેકે કરવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલી સૂચનાનું પાલન કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહી શકે છે અને ઘરના પરિવારના સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 
  • માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલ સૂચના પ્રમાણે તેમનું પાલન કરો. વાસ્તુશાસ્ત્રમાં ફૂલોનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેના વગર પૂજા સફળ થતી નથી આ જ કારણ છે કે મંદિર જતા સમયે ભગવાનને ફુલ જરૂરથી અર્પણ કરો.
  • આ નિયમોનું પાલન કરો
  • રોજ નવા ફૂલ ચઢાવો
  • ભગવાનને પણ ફૂલ ખૂબ જ પસંદ છે માટે પૂજા કરતા સમયે ભગવાનને ફુલ જરૂર અર્પણ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના સમયે ફૂલનો ઉપયોગ જરૂરથી કરો અને ભગવાનને પસંદગીનું ફૂલ ચઢાવ. રોજે પૂજા કરતા સમયે ભગવાનની ફૂલ અર્પણ કરવાથી બધા દુઃખ દૂર થાય છે.
  • સ્વચ્છ ફુલ અર્પણ કરો

  • જ્યારે પણ તમે પૂજાની થાળી તૈયાર કરો છો તો તેમાં ફક્ત સાફ અને સુંદર ફૂલ જ રાખો. ક્યારે ક પૂજા કરતા સમયે સુકાયેલા કે ખરાબ ફૂલનો ઉપયોગ ના કરો અને પૂજા કરતા સમયે ફૂલોને ધરતી ઉપર ના રાખો.
  • વધારે સમય માટે ફૂલને રહેવા ના દેવા

  • ઘણીવાર આપણે પૂજા કરતા સમયે ફૂલને મંદિરની બહાર રહેવા દઈએ છીએ અને લેવાનું ભૂલી જઈએ છીએ. જે ખોટું છે પૂજા કર્યા પછી જે પણ ફૂલ સુકાઈ જાય છે અને તેની ખુશ્બૂ ખતમ થઇ જાય છે તો તેને મંદિરમાંથી હટાવી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં સુકાયેલા ફૂલને વધારે સમય માટે રહેવા દેવું શુભ નથી અને આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થાય છે. માટે જ્યારે ભગવાનને ચઢાવવામાં આવેલ ફુલ સુકાઈ જાય ત્યારે તેને મંદિરમાં હટાવી લો અને આ ફૂલોને કચરામાં  નાખવાની જગ્યાએ કુંડામાં નાખો.
  • જે ફુલ નો ઉપયોગ પૂજા દરમિયાન એક વાર કરવામાં આવે છે તેને બીજી વાર ઉપયોગમાં ના લો અને પૂજા કરતા સમયે તાજા અને ખીલેલા ફૂલનો ઉપયોગ કરો.
  • ધૂપ જરૂર કરો

  • ઘણા લોકો પૂજા કરતા સમયે અગરબત્તીનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં ધૂપ ને શુભ બતાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. બજારમાં ઘણા પ્રકારના ધૂપ મળે છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. ભગવાનની સામે ધૂપ કર્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે.
  • ગંગાજળ નો છટકાવ કરવો 

  • સવારે નાહ્યા પછી મંદિર ની સફાઈ જરૂરથી કરો અને મંદિર સાફ કરતા સમયે ગંગાજળ છાંટો આવું કરવાથી મંદિર પવિત્ર થઇ જાય છે.

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.