જયારે આપડે કોઈ પણ શુભ કામ કરવા માટે, અથવા આપડા બાળક સ્કૂલ ની પરીક્ષા આપવા અથવા નવો બિઝનેસ કરવા બહાર જતા હોય વિગેરે આપડે શુભ કામ કરવા બહાર જતા હોય ત્યારે ઘરે થી આપણું ફેમિલિ આપડને જો દહીં-ખાંડ ની માત્ર એક ચમચી ખવડાવવામાં આવે એટલે આપણું કામ થઈ જ જાય છે.
દહીં-ખાંડ ખવડાવવાની રીત આપડા પુર્વજોથી ચાલી આવે છે અને એવી માન્યતા છે કે દહીં-ખાંડ ખાવામાં આવે એટલે આપણું કામ થઈ જ ગયું તેવું માનવામાં આવે છે.
થોડા સમય પહેલા એક સર્વે થયો હતો કે કેટલા લોકો મને છે કે આ વાનગી ખાવાથી કર્યો શુભ થઈ જાય છે તેમાં 67 ટકા લોકો એ તેમાં હા પાડેલી હતી.
દહીં-ખાંડ નો ઉપયોગ આપડે ઘર માં કોઈ શુભ કર્યો કરીયે ત્યારે આપડા ગોરદાદા પહેલી વસ્તુ દહીં-ખાંડ મંગાવે છે કારણકે તેને જ આપડ ને જણાવ્યું છે કે આ વાનગી નું શુ મહત્વ છે.
તેમજ હાલના સમય માં એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે તેમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શ્યિમ, મેગ્નેશ્યિમ વિગીરે જેવા તત્વો આવેલા છે જેથી આપડા શરીર માં તંદુરસ્તી રહે છે અને આપડને મગજ થી ફ્રેશ રાખે છે. જેથી આપણે ખોટા નેગેટિવ વિચારો આવતા નથી. નેગેટિવ વિચારો ના આવે એટલે આપડે પોઝિટિવ રહીયે છીએ અને ઠંડા મગજ થી આપડે જે વિચાર કરીયે તે હંમેશા સારા જ હોય છે અને તે આપડા માટે ફાયદાકારક પણ હોય છે.
ઘણી વાર એવું થાય છે આપડે ઇન્ટરવ્યૂ કે પરીક્ષા આપવા જઇયે ત્યારે ડરી જઇયે છીએ તેવું થતું નથી તેનું કારણ છે દહીં-ખાંડ આપડા શરીર ની પાચનશક્તિ પણ વધારે છે, ગ્લુકોઝ ની ઉણપ દૂર કરે છે જેથી આપડે કોઈ પણ કામ કરવા ગયા હોય ત્યારે આપડને બેચેની અનુભવતા નથી, આપડને જ બીક લાગે છે તે બીક લગતી નથી આને આપડી હિમ્મત વધી જાય છે. જેથી આપણું કામ સરળ થઈ જાય છે.
તેમજ આપડે ઘણી વખત માંદા પડીયે ત્યારે આયુર્વેદિક દવા લૈયે છીએ જેનું કારણ છે કે આયુર્વેદિક દવામાં પણ દહીં નો ઉપયોગ કરવામાં આવે છે તે આપડા મગજ ને સ્ટ્રેસને દૂર કરવાનું કામ કરે છે જેથી આપડે ટેંશન માં રહેતા નથી, તણાવથી દૂર રહીયે છીએ. જેથી આપડે વધારે માંદા પડતા નથી અને આપડે તરત સજા થઈ જઇયે છીએ.
જો આપડે મગજથી જ સાજા હોઈએ તો આપડે કામ કરવામાં પણ ધ્યાન રાખીયે છીએ અને કામ કરવાની એકાગ્રતા પણ વધી જાય છે. અને આપડે વધારે કામની કરી શકીયે છીએ.
તો એટલા માટે જ કેવાય છે કે દહીં-ખાંડ ખાવાથી કોઈ પણ કાર્ય શુભ થઈ જાય છે.
Post a Comment