પ્રભાવશાળી ગળધરા વળી ખોડિયાર માતાનું મંદિર- જય માતાજી

  • ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર આવેલુ છે. શેત્રુંજી નદી ગીર માંથી નીકળી ને ધારી પાસે થઇ ને નીકળે છે. નદી માં ગળધરા પાસે ખુબ ઊંડા પાણી નો ધારો આવેલો છે તે ગળધરો યા કાળીપાટ ઘુનો તરીકે પણ ઓળખાય છે. આ ઘુના ની આજુ બાજુ માં ખુબ ઊંચી ભેખડો આવેલી છે. આ ભેખડો પર એક રાયણ નું ઝાડ છે તે ઝાડ ની નીચે માં ખોડિયાર માં બિરાજમાન છે. આ જગ્યાએ નદીના કિનારે અત્યારે ખોડિયાર માં નું મોટું મંદિર બનાવામાં આવ્યું છે અને ત્યાં રહેવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
  • શેત્રુંજી નદી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી છે. તે ગીર માંથી નીકળે છે. તેના પર ધારી પાસે ગળધરા નજીક મોટો ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે. આ ડેમ માંથી આજુબાજુ ના ગામો ને પાણી મળી રહે છે. આ ડેમ 1967 માં બાંધવામાં આવ્યો હતો. ધારીના ખોડીયાર ડેમનુ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વધારે છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિધ્ધ મંદિર આવેલું હોવાથી ડેમ નુ નામ ખોડિયાર ડેમ રાખવામાં આવ્યું છે.
  • તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. વર્ષમાં લાખો શ્રધાળુઓ અહિ દર્શન કરી તેમની માનતા પુરી કરવા આવેછે. શેત્રુંજી નદી કાઠે આવેલું આ પૌરાણિક એવું ગળધરા ખોડીયાર મંદિર નયનરમ્ય અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રી માં ભક્તો દૂર દૂર થી માં ખોડિયાર ના દર્શન કરવા આવે છે. ભક્તો પોતાની મનોકામના પુરી કરવા માટે માં ખોડિયાર ની માનતા, બાધા રાખે છે. માં ખોડિયાર પોતાના ભક્તો ની મનોકામના પુરી કરે છે.
  • સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક મા ખોડિયારનું ગળધરા મંદિર ધારીથી પાંચ કિ.મી. દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ પૌરાણિક મંદિર નું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે. અહીં શેત્રુજી નદી ના ઊંડા પાણી ના ધરા પાસે ભેખડો પર રાયણ ના ઝાડ નીચે ખોડિયાર માં ની મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે બહુ સમય પેલા અહીંયા જંગલ માં રાક્ષસો રહેતા હતા અને આજુબાજુ ના લોકો ને પરેશાન કરતા હતા એટલે માં ખોડિયાર માં એ છ એ બહેનો સાથે એમનો સંહાર કર્યો હતો.
  • માતાજી એ એમનો સંહાર ખાંડણી માં ખાંડી ને કર્યો હતો. રાક્ષસો નો સંહાર કર્યા પછી માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો અને ત્યાં માત્ર માતાજી ના ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થળ ગળધરા તરીકે પ્રખ્યાત થયું. કહેવાય છે કે અહીં માતાજીનું ગળું બિરાજમાન છે અને માતાજી ના મસ્તકની પૂજા કરવામાં આવે છે. માતાજીએ બાળકીના સ્વરૂપમાં ઘણા લોકો ને અહીં દર્શન આપેલા છે.
  • એવું કહેવાય છે કે જુનાગઢ નાં રાજા ને સંતાન ન હતું. રાણી સોમલદે ને ખોડિયાર માં પર અપાર શ્રદ્ધા હતી આથી રાણી સોમલદે એ માં ખોડિયાર ની માનતા રાખેલી અને તેમને દીકરા નો જન્મ થયો હતો. તેનું નામ રા’નવઘણ રાખવામાં આવ્યું હતું. રા’નવઘણ નો જન્મ ખોડિયાર માં ના આશીર્વાદ થી થયો હતો એટલે માં ખોડિયાર ની કૃપા રા’નવઘણ પર અપરંપાર હતી. જૂનાગઢ ની ગાદી નો વારસદાર માં ખોડિયાર ના આશીર્વાદ થી મળ્યો હોવાના લીધે લોકો નો વિશ્વાસ અને શ્રદ્ધા માં ખોડિયાર પ્રત્યે વધી ગઈ અને આ કુળ ના લોકો રાજપૂતો માં ખોડિયાર ને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. રા’નવઘણ વારંવાર ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતો.
  • એવું કહેવાય છે કે રા’નવઘણ ની માનેલી બહેન જાહલ ને સિંધ માં સુમરા એ કેદ કરી તી ત્યારે રા’નવઘણ બહેન ની વારે જતો તો ત્યારે અહીંથી નીકળતા તેનો ઘોડો ઉપરથી નીચે નદી માં પડ્યો તો ત્યારે માં ખોડિયારે તેની રક્ષા કરી હતી. આ સ્થળ પણ ત્યાં નજીક માં આવેલું છે. ત્યાર પછી માં ખોડિયાર રા’નવઘણ ના ભાલા પર ચકલી બનીને બેઠા હતા અને નવઘણ ની વારે ચડ્યા હતા. આમ નવઘણે માં ખોડિયાર ની કૃપા થી પોતાની માનેલી બેન ને સુમરા ની કેદ માંથી છોડાવી હતી ને માં ખોડિયારે તેમની રક્ષા કરી હતી.
  • માં ખોડિયાર ના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે. ખોડિયાર જયંતી, બેસતું વર્ષ, નવરાત્રીની આઠમ અને તહેવાર ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે. મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થાય છે. અને સાંજ ની આરતી 7.30 વાગ્યે થાય છે. દર્શન માટે સવારે 6 વાગ્યા થી સાંજ ના 7.30 સુધી મંદિર ખુલ્લું જ રહે છે. અહીંયા ભક્તો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવેલી છે.
  • શેત્રુંજી નદીના કિનારે આવેલા માં ખોડીયાર ના ભવ્ય મંદિર ના પ્રવેશ દ્વાર પર માં ખોડીયારની સાત બહેનોની પ્રતિમાઓના દર્શન થાય છે. દુર દુરથી માં ના ભક્તો અહિંયા આવી માના ચરણોમા મસ્તક નમાવી પોતાના દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરે છે. મા ખોડીયાર એક પડકારે પોતાના ભક્તો ના દુઃખ દૂર કરે છે. નવરાત્રિના દિવસોમાં મંદિર માં ખોડિયાર ના ગરબાથી ગુંજતું રહે છે.
  • લોકવાયકા મુજબ આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે. પહેલા આ મંદિર શેત્રુંજી નદીના કાંઠે હતું અને ધીમે ધીમે મંદિર નો જિર્ણોધ્ધાર થયો અને ઉપર ના ભાગ પર માં નું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જો કે અહિંયા દર્શને આવનાર તમામ ભક્તો માં ના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરે જ છે.
  • ગળધરા જવા માટે ધારી થી એસ.ટી. બસ અને પ્રાઈવેટ વાહનથી ખોડિયાર ડેમ ઉપર થઇ ને જવાય છે. ગળધરા ધારી થી પાંચ કિમી, અમરેલીથી 42 કિમી દૂર છે. ધારી થી 50 કિલોમીટર તુલશીશ્યામ અને 33 કિલોમીટર વિસાવદર થઈને સતાધાર થઇ સાસણ ના જંગલ માંથી પસાર થઇ તલાલા સોમનાથ જઈ શકાય છે. અહીંયા જવા માટે ખાનગી વાહન લઇ ને જવું વધારે અનુકૂળ રહે છે.
  • ચોમાસા માં અહીંયા ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તો એ જોતા જોતા જવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ની સીઝન માં અહીંયા જવું એ સ્વર્ગ નો અનુભવ કરાવે છે. જુલાઈ થી નવેમ્બર આ જગ્યા એ ફરવામાં ખુબ મજા આવે એમ છે.

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.