રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર નિભાવનાર ક્લાકાર શ્યામ સુંદર કલાણીનુ અવસાન થઇ ગયુ છે. આ રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે.
રામાનંદ સાગરની રામાયણ રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે ટ્વીટ પર શોક પ્રગટ કરતો મેસેજ કર્યો- મિસ્ટર શ્યામ સુંદરના મૃત્યુના સમાચાર સાંભળીને મને ખુબ જ દુ:ખ થયુ છે. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં મારી સાથે સુગ્રીવનુ પાત્ર ભજ્વ્યુ હતુ, તે બહુ જ સારા માણસ હ્તા. અને તેનુ વ્યક્તિત્વ ઉમદા હ્તુ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
જાણવા મળ્યું છે કે, વર્ષો પછી રામાનંદ સાગરની ફેમસ સિરિયલ રામાયણ દૂરદર્શન પર ફરી રિપીટ ટેલિકાસ્ટ થાય છે. જેના લીધે રામાયણ સિરિયલના દરેક પાત્ર ફરી એક વખત ફરીથી વધુ ચર્ચામાં આવ્યા છે.
અગત્યની વાત એવી છે કે, શ્યામ સુંદર કલાણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત રામાયણ સીરિયલથી જ ચાલુ કરી હતી. જોકે પછી તેમને વધુ કામ ન હતુ મળ્યુ. રામયણમાં સુગ્રીવની ભૂમિકા નિભાવતા પછી તે માણસોના દિલમાં સમાયા હતા. આજે પણ અનેક માણસો તેમના પાત્રને યાદ કરે છે.
Post a Comment