કોરોના વાઇરસ સામે લડવા ભારતીય મૂળની મિસ ઇંગ્લેન્ડ 2019 વિજેતા અને જુનિયર ડોક્ટર ભાષા મુખર્જી ઇંગ્લેન્ડ પરત ફરીને પોતાની ડોક્ટર તરીકેની ફરજ બજાવવાનું ચાલુ કરી દીધું છે. ડોક્ટર ભાષા ચેરિટી કામ માટે ભારત આવી હતી અહિ તે કલકતામાં તેના કાકાની સાથે વસવાટ કરતી હતી. લોકડાઉનમાં ફસાયા બાદ ઇંગ્લેન્ડ પાસે મદદ માગીને હમણા તે પોતાને ઘરે પહોચી ગઈ છે.
ભાષા 9 વર્ષ સુધી કલકતામાં જ મોટી થઇ હતી. ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે ઇંગ્લેન્ડ વસવાટ કરવા ચાલી ગઈ હતી. ડો.ભાષા પાસે મેડિકલ ફિલ્ડની બે ડિગ્રી છે. તેણે મિસ ઇંગ્લેન્ડનો તાજ પહેરીને જુનિયર ડોક્ટર તરીકેની નોકરી કરવાની ચાલુ કરી દીધી હતી.
ભાષાએ અમેરિકન ન્યૂઝ વેબસાઈટ ને જણાવ્યું કે, હું ઇંગ્લેન્ડ પરત આવીને કોરોના વાઇરસ ના ભોગ બનેલા દર્દીઓની સારવાર કરવા માગતી હતી. બુધવારે કલકતાના બ્રિટીશ હાઈ કમિશનરે ભાષાને ઇંગ્લેન્ડ પહોચાડવા માટે ફલાઈટની વ્યવસ્થા કરવા અપીલ કરવાથી બ્રિટીશ ડેપ્યુટી કમિશનર નિક લોએ ફલાઈટ મોકલીને ભાષાની મદદ કરી.
હમણા આખા વિશ્વમા કોરોના વાઇરસ સામે લડતા ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ વગેરે લોકોની મદદ કરવી છે, મને લાગે છે કે હું તેમની મદદ કરી શકું તેમ છું. મિસ ઇંગ્લેન્ડ અને ડોક્ટર બનીને આ સંક્ટ્ના સમયે દેશની પડખે ઉભા રહી મદદ કરવી એ જ મારી ફરજ અને જ્વાબદારી બને છે.
આ ઉપરાંત ઇંગ્લેન્ડના બોસ્ટન શહેરની પિલગ્રીમ હોસ્પિટલમાં ભાષા જુનિયર ડોક્ટર તરિકે ની ફરજ બજાવે છે. આ પહેલાં ભાષા મુખર્જીએ કલક્તામાં રસ્તા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરિબ બાળકો માટે 20 હજાર પાઉન્ડ એટલે કે 17 લાખ રૂપિયા ભેગા કરીને ‘હોપ’ફાઉન્ડેશનને દાન કર્યા હતાં.
Post a Comment