ફોજીને સલામ : રાજકોટથી 30 કિમી દૂર 25 પોલીસ જવાનો જમવાનું જાતે બનાવે છે, નીડરતાથી કોરોનાને શહેર પગ પેસારો કરતા રોકે છે

  • એક તરફ સમગ્ર વિશ્વમાં મહામારી રૂપે કોરોના વાઇરસ ચાલી રહ્યો છે . લોકડાઉનનું યોગ્ય પાલન થાય અને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા 24 કલાક સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવવામાં આવી રહી છે. શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ સતત 24 કલાક પોલીસ ફરજ બજાવી રહી છે. 
  • આવામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ ખાતે કરુણતાભર્યા દ્રશ્યો જોવા મળે છે.  કદાચ તમને ઉપર બતાવેલ આ ફોટો જોઇને  મનમાં કરુણા પણ પ્રગટ થતી છે હશે. ફરજ પર પોલીસ સતત 24 કલાક જોવા મળે છે સાથે જ બપોરના જમવા સમયે પોલીસ પોતાના ઘરે નથી જઇ શકતી અને એ માટે પોલીસ ચેકપોસ્ટ ખાતે જ જમવાનું જાતે બનાવી જમે છે અને કોરોનાને શહેરમાં આવતો રોકે છે.
  • ચેકપોસ્ટ પર પણ પોલીસ બે શિફ્ટમાં કામ કરે છે અને પોતાની ફરજ પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે છે
  • ચેકપોસ્ટ પર પોલીસ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરે છે. જેમાં એક PSI સહિત SRP, હોમગાર્ડ , ટ્રાફિક બ્રિગેડ સહિત 25 લોકો ફરજ બજાવે છે. જે તમામ જાતે જમવાનું બનાવી જાતે જ જમે છે. તો સલામ છે ગુજરાતની આ ખાખીની વર્ધીને. પોલીસ પોતે ફરજ પર રહી રાષ્ટ્રસેવા તો કરી રહી છે પરંતુ સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવા અપીલ કરી રહી છે. તો ચાલો આપણે પણ સાથે મળીને આ લોકોનું કહેવાનું માનીને મહા મારી સામે લડત આપીએ…

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.