- દીકરી થાકી જાય એટલે તેને સૂવડાવીને હું મારા કામમાં વ્યસ્ત થઈ જાઉં છું: મહિલા ASI કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં લોકો જયારે ઘરની અંદર બેઠા છે ત્યારે અમુક લોકો ઘરથી બહાર કોઇને કોઇ બહાનું બનાવી ફરવા નીકળી જાયે છે, જ્યારે બીજી તરફ પોલીસ રાત-દિવસ ખડેપગે રહી લોકોને સમજાવી રહી છે અને લોકોની સેવા કરવા માટે પોતાના જીવને અને પોતાના પરિવારની પણ ચિંતા કાર્ય વગર લોકોની સેવા કરી પોતાની ફરજ નિષ્ઠા નિભાવે છે.
- પડધરી પોલીસ સ્ટેશનમાં બે મહિલા પોલીસ પોતાના બાળકોને સાથે રાખીને ફરજ બજાવી રહી છે. જેમ તસ્વીરમાં દેખાય છે એમ એક મહિલા પોલીસ પોતાના દીકરાર સીધાંશુને ટેબલ પર બાળકને બેસાડી રમાડતી જાય છે અને બીજી મહિલા પોલીસ પોતાની દીકરી ધ્યાનાને ઘોડિયામાં સૂવડાવી ફરજ બજાવી રહી છે. આ બે વીરાંગનાઓને જોતા કોઇ પણ લાગણીસભર બની જાય.
વીરાંગનાના મુખેથી જ સાંભળો તેની સંઘર્ષગાથા
- ‘મારા પતિ રાજકોટ યુનિ. પોલીસ સ્ટેશનમાં હે.કો. છે. હું પડધરી પોલીસ સ્ટેશનમાં છું. લોકડાઉનના કારણે અમે પડધરી આવી ગયા છીએ અને મારા પતિ તેમનું ટિફિન બનાવી નોકરીએ જાય છે. હું મારું ટિફિન લઈ મારી લાડલીને લઈને ફરજ પર જાઉં છું અને મારી ડ્યુટી પુરી નિષ્ઠા થી નિભાવવાની કોશિશ કરું છું . પોલીસ સ્ટેશનના પહેલા માળે ઘોડિયું રાખવામાં આવ્યું છે. દીકરી થાકી જાય એટલે તેને સૂવડાવીને હું મારા કામમાં વ્યસ્ત થઈ જાઉં છું.’ – નેહાબેન કણજારિયા, એએસઆઇ
Post a Comment