અહીં રહેતા એક પરિવારે પોતાની ભૂલ લોકો સાથે શેર કરી. તેમનો હેતુ અન્ય માતાપિતાને સાવધાન કરવાનો હતો, જે એમને કર્યું તે બીજા માતાપિતા ભૂલ ન કરે તે માટે આ વાત તમારી સાથે શેર કરી છે. તેમની ચાર વર્ષની પુત્રી આજે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાને કારણે અંધ બની ગઈ છે.
થાઇલેન્ડમાં રહેતી ડુચર નુસિકર ચોયાંગની ચાર વર્ષની પુત્રીને સ્માર્ટફોનની ટેવ હતી. પરંતુ આ ટેવ તેમને અને તેના પરિવાર માટે મોંઘી પડી ગઈ.
2 વર્ષથી વ્યસન હતું
જ્યારે તેની પુત્રી 2 વર્ષની હતી, ત્યારથી તેણે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું . તે ચાર વર્ષની થઇ ત્યાં સુધીમાં તેની આંખોમાં સમસ્યા થઇ ગઈ હતી. શરૂઆતમાં, માતાપિતાએ વિચાર્યું કે ચશ્માથી બધું બરાબર થઈ જશે. પરંતુ ત્યાં સુધીમાં તે ઘણું મોડુ થઈ ગયું હતું.
ફોન દ્વારા થતા રોગ
આ બાળકીને લેઝી આઈ નામની બીમારી થઇ હતી. આ રોગ એમીલોફિયા તરીકે પણ ઓળખાય છે. આમાં, આપણું મગજ આંખોમાં દેખાતા ચિત્રોને સમજવામાં અસમર્થ થઇ જાય છે.એના કારણે આપણને દેખાવાનું બંધ થઇ જાય છે.
ફેસબુક પર શેર સ્ટોરી:
બાળકના પિતા ડાચરે તેની પુત્રી સાથે ફેસબુક પર આ ઘટના શેર કરી હતી. તેણે લખ્યું કે પહેલા તેને લાગ્યું કે ચશ્મા પહેરવાથી દીકરીની આંખોની રોશની ફરી આવશે. પરંતુ હવે તેની સર્જરી કરાશે. આ બધું વધુ મોબાઇલ જોવાને કારણે થયું. તેમણે અન્ય માતા-પિતાને પણ અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવા દે.
નિષ્ણાંતોએ કહ્યું કે
આજની વ્યસ્ત જીવનમાં માતા-પિતા નાના બાળકોને વ્યસ્ત રાખવા માટે મોબાઈલ ફોન આપે છે. આંખના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાળકોને બે કલાકથી વધુ સમય માટે મોબાઇલ અથવા ટીવી જોવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો તેઓ 2 થી 5 વર્ષની વયના હોય, તો પછી એક કલાક સુધી જ મોબાઇલનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ. જો આ કરતા વધારે ઉપયોગ કરવામાં આવે તો તેમની આંખો પર ખરાબ અસર પડે છે.
Post a Comment