Latest Post

  • અત્યાર સુધી તમે ઘણા પ્રકાર ના સુંદર મંદિર જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે કહેવા જઈ રહ્યા છીએ કે હોઈ શકે છે કે તમારા માંથી પણ ઘણા લોકો આ મંદિર એ જઈ આવ્યા હોઈ.
  • આ મંદિર ની ખાસિયત છે કે તેમનું નિર્માણ કરવા માટે 15,000 કિલો સોના નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંભળીને તમને પણ નવાઈ લાગી ને? આ મંદિર તામિલનાડુ ના વેલ્લોર જિલ્લા માં આવેલું છે અને સોના નું મંદિર હોવાના કારણે આ શહેર ને સોનાની નગરી ના નામ થી બોલવામાં આવે છે. આ મંદિર માં શિલાલેખ ની કાળા વેદો થી લેવામાં આવી છે.
  • 15,000 કિલો સોના થી બનેલું આ ખુબસુરત મંદિર ને 400 કારીગરો ને સાત વર્ષ ની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર માં આખા વર્ષ માં શ્રદ્ધાળુઓ ની ભીડ લાગેલી રહે છે. લાખો લોકો આ અદ્ધભૂત મંદિર ને દેશ નહિ પરંતુ વિદેશો થી પણ જોવા માટે આવે છે.

  • આ મંદિર માં આવેલા બધીજ વસ્તુઓ સોનાથી બનેલી છે પછી તે દીવાલ હોઈ કે દરવાજા. 100 એકર થી વધુ ક્ષેત્ર માં ફેલાયેલ આ મંદિર ચારે તરફ થી હરિયાળી થી ઘેરાયેલું છે. રાત્રી ના સમયે મંદિર ની સાથે અથડાતો પ્રકાશ મંદિર ને ઝગમગાવી ઉઠે છે.

  • આ મંદિર ને સવારે 4 થી 8 સુધી અભિષેક માટે અને સવારે 8 થી રાત્રે 8 સુધી દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિર ની સૌથી પાસે કાટપાડી રેલવે સ્ટેશન છે. જ્યાંથી 7 કિલોમીટર ની દુરી પરજ આ મંદિર સ્થિત છે.

  • CLICK HERE 

  • શિવ તથા રુદ્રાક્ષ એક બીજા ના પર્યાય છે. શિવ સ્ક્શત રુદ્રાક્ષ માં વાસ કરે છે. રુદ્રાક્ષ એક મુખી થી લઇ ને ચૌદ મુખી સુધી ના જોવા મળે છે. રુદ્રાક્ષ માલા થી જાપ કરવાથી તથા ધારણ કરવાથી કરોડો પુણ્યો ની પ્રાપ્ત થાય છે. દરેક રુદ્રાક્ષ ના કોઈ ને કોઈ અધિષ્ઠાતા ગ્રહ અને દેવતા હોય છે. તેને ધારણ કરી ને અલગ અલગ લાભ થાય છે જે નીચે મુજબ છે-
  • એકમુખી રુદ્રાક્ષ
  • એક મુખી રુદ્રાક્ષ ને સાક્ષાત શિવ માનવામાં આવે છે. પાપનો નાશ તથા ચિંતાથી મુક્તિ, લક્ષ્મીપ્રાપ્તિ ધારણકર્તા ને સ્વયં પ્રાપ્ત થાય છે. આનો ગ્રહ સૂર્ય છે. ધારણકર્તા ને શિવજીની સાથે સૂર્યદેવનો પણ આશીર્વાદ મળે છે. 
  • બે મુખી રુદ્રાક્ષ 
  • અર્ધનારીશ્વર નુ રુપ છે. આનો ગ્રહ ચંદ્ર છે. આને ધારણ કરવાથી જન્મોજન્મના પાપ દૂર થાય છે. એકાગ્રતા અને શાંતિ મળે છે. શરીરના રોગ આંખોની ખરાબી અને કિડનીની બીમારી દૂર થાય છે.
  • ત્રણ મુખી રુદ્રાક્ષ 
  • બ્રહ્મસ્વરૂપ છે તથા તેના દેવતા મંગલ છે. આને ધારણ કરવાથી વાસ્તુદોષ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. શરીર રોગ માંથી લાભ મળે છે.
  • ચાર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા બ્રહ્મા છે તથા ગ્રહ બુધ છે. આને ધારણ કરવાથી સંમોહન શક્તિ વધે છે. નાક, કાન તથા ગળા ના રોગ લકવો, દમ વગેરેમાં લાભ થાય છે.
  • પંચમુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા રુદ્ર તથા ગ્રહ ગુરુ છે. આને ધારણ કરવાથી ગીત, વૈભવ તથા ધનમાં વૃદ્ધિ થાય છે. કિડનીના રોગ, ડાયાબિટીસ વગેરેમાં લાભ થાય છે.
  • છ મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા ગણેશ તથા કાર્તિક છે. ગ્રહ દેવતા શુક્ર છે. કોઢ, પથરી, કિડનીના રોગ માટે ધારણ કરી શકાય છે. 
  • સાત મુખી રુદ્રાક્ષ
  • આમાં સાત નાગ નિવાસ કરે છે. આમાં ગ્રહ શનિ મહારાજ છે. શારીરિક દુર્બળતા, પેટના રોગ, લકવો, ચિંતા અસ્થમા વગેરે માટે ધારણ કરાય છે.
  • આઠ મુખી રુદ્રાક્ષ 
  • આમાં કાર્તિકે તથા ગણેશ જી દેવતા છે. આનો ગ્રહ રાહુ છે. અશાંતિ, ચામડીના રોગ, ગુપ્તરોગ વગેરેમાં ધારણ કરવામાં આવે છે.
  • નવ મુખી રુદ્રાક્ષ 
  • નવદુર્ગા તથા ભૈરવ આના દેવતા છે. ગ્રહ કેતુ છે. ફેફસા, આંખના રોગ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે ધારણ કરવામાં આવે છે.
  • દસ મુખી રુદ્રાક્ષ
  • ભગવાન વિષ્ણુ આના દેવતા છે. આને ધારણ કરવાથી નવગ્રહ શાંતિ તથા કફ સંબંધી અને હૃદય રોગ વગેરેમાં લાભ થાય છે.
  • અગિયાર મુખી રુદ્રાક્ષ
  • બધા 11 રુદ્ર આના દેવતા છે. બધા ગ્રહ પ્રસન્ન થાય છે. સાંધા તથા સ્નાયુ ના રોગ મા લાભકારક છે.
  • બાર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા તથા ગ્રહ સૂર્ય છે. આને ધારણ કરવાથી અપાર વૃદ્ધિ થાય છે. માથાનો દુખાવો ,શક્તિ તથા હૃદયરોગમાં લાભ થાય છે.
  • તેર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા કામદેવ છે. આકર્ષણ, વશીકરણ, સુંદરતા, સમૃદ્ધિ માં લાભ થાય છે.
  • ચૌદ મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા હનુમાનજી છે. તંત્ર મંત્ર, ભૂત-પ્રેત વગેરેથી રક્ષા કરે છે. ડર, લકવો, કેન્સર વગેરેમાં લાભદાયી છે.

મંત્ર એક એવા વિશેષ પ્રકાર ની ધ્વનિ છે જે રહસ્યમયી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જયારે આપણે એક જ માત્ર નો વારે વારે જાપ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે જે આપણને ઘણી પ્રભાવિત કરે છે. આવી રીતે મન્ત્ર નો જાપ કરી ને આજુબાજુ ની ઉર્જા ને નિયંત્રિત કરી શકીએ છીએ. 
આવા ઘણા મંત્રો નો જાપ કરી ને આપણે ધન.સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યાન નું સમાધાન કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કઈ સમસ્યા માટે ક્યાં મંત્ર નો જાપ જરૂરી છે. –
રોગ દૂર કરવા માટે મન્ત્ર :

“ૐ રોગ શેષન ફંસી તુષ્ટા રૂષ્ટા તું કામન સકલન ભીષ્ટ, તવમાશ્રિતાઃ ન વિપન્નરાણાનં તવમાશ્રિતા હયાશ્રયતા પ્રયાન્તિ “
આ મંત્ર માં દુર્ગા ને સમર્પિત છે. આ માત્ર નો જાપ કરવા માટે રુદ્રાક્ષ ની માળા નો ઉપયોગ કરવો જોઈએ. આ મંત્ર નો નિયમિત જાપ કરવા થી ઘણા રોગ દૂર થાય છે. 
વ્યવસાય સફળ બનાવવા માટે નો મંત્ર:
“ૐ કંસનસ્મિતમ હિરણ્યા પ્રકારામ આદ્રા જ્વલનતી તૃપ્તમ તર્પયન્તીમ, પડ઼ેસ્થિતં પદ્માવારણાંમ તામી હોપ વ્હાયેશ્રિયમ” 
આ મંત્ર ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી ધન ને લગતી સમસ્યા દૂર થાય છે. 
ધન પ્રાપ્તિ માટે મંત્ર:

“ૐ યા સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થયતા, નમસ્તસયે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ “
આ મંત્ર પણ ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મઁત્ર નો 108 વાર રોજે જાપ કરવાથી અપાર ધન પ્રાપ્તિ માં વૃદ્ધિ મળે છે. આ મંત્ર નો જાપ કરવા તુલસી ની માલા નો ઉપયોગ કરવો જોઈએ .
ડર દૂર કરવાનો મંત્ર:
“ૐ સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સંનિવર્તે ભયેભયસ્ત્રહીનો દેવી દુર્ગા દેવી નમોસ્તુતે “
આ મંત્ર દેવી દુર્ગા ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી બધા પ્રકારના ડર દૂર થાય છે. આ મંત્ર નો જાપ રુદ્રાક્ષ ની 108 મણકાની માળા સાથે કરવો જોઈએ. 


આખા વર્ષના છેલ્લા મહિનામાં, આપણે જાણીએ છીએ કે અમારું આખું વર્ષ કેવું હતું અને કેવા કેવા કાંડ કર્યા હતા. લોકોને આ વર્ષે સૌથી વધુ શું ગમ્યું? કઈ બાબતોને નકારવામાં આવી હતી અને કઈ વસ્તુઓ વર્ષ દરમિયાન સારી અને સાથે રહી હતી. આખા વર્ષના હિસાબો જોવા માટે વિવિધ પ્રકારના સર્વેક્ષણ કરવામાં આવે છે. પોર્નહબ પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યું છે.
એડલ્ટ સાઇટ પોર્નહબ પણ 2019 માટે એક સર્વે કરી ચૂકી છે. સર્વેક્ષણ દ્વારા, એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખા વર્ષ દરમિયાન કેટલા લોકો તેમની સાઇટની મુલાકાત લે છે અને લોકોને વધુ જોવાનું શું ગમે છે.
2019 ના સર્વેક્ષણ ડેટા દર્શાવે છે કે એક વર્ષમાં 42 અબજથી વધુ લોકો આ એડલ્ટ સાઇટની મુલાકાત લેતા હતા, જેમાંથી લગભગ 1.15 કરોડ લોકોએ દરરોજ સાઇટની મુલાકાત લીધી હતી.

આ વર્ષે વધુ અને વધુ લોકો આ સાઇટ પર આવ્યા હતા, પરંતુ દર વર્ષની જેમ, લોકોએ પણ 2019 માં કંઇક અલગ વસ્તુની શોધ કરી. આ વર્ષ પોર્નહબ માટે પણ ખાસ હતું કારણ કે આ વર્ષે લગભગ 39 અબજ લોકોએ આ ચેનલની મુલાકાત લીધી હતી અને શોધ વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8 અબજની આસપાસ હતો.

ફક્ત આટલા રૂપિયામાં ફરો દુબઈ, IRCTC લાવ્યું સસ્તામાં દુબઈ ફરવાની તક
આપણે જાણીએ જ છીએ કે દુબઈ ફરવા માટે ઘણા બધા પૈસા ખર્ચવા પડે છે. સામાન્ય લોકો આ સપનું પૂરું પણ નથી કરી શકતાં પરંતુ હવે ઘણા લોકોનું દુબઈ ફરવાનું સપનું IRCTC પૂરું કરવા જઈ રહી છે. બીજા પેકેજ કરતાં IRCTC અડધા ભાવમાં દુબઈ ફરવા લઈ જશે. IRCTC ટુરિઝમ ફકત ૫૦ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિના ખર્ચમાં દુબઈનું ૫ દિવસ અને ૪ રાતનું પેકેજ લઈને આવી છે. આ પેકેજમાં તમે દુબઇની સાથે અબુધાબીની પણ મજા લઇ શકશો. આ ટુરની શરૂઆત મુંબઈ થી થશે. આ ટુરની શરૂઆત ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ થી કરવામાં આવશે. ત્યારબાદ બીજી ટુર ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ અને ત્રીજી ટુર ૩૦ માર્ચ ૨૦૧૯ ના રોજ શરૂ થશે. રેલ્વે ના જણાવ્યા મુજબ હવે ફક્ત ૩૦ સીટ જ ખાલી હોવાથી લોકો પાસે ખુબ જ ઓછો સમય છે.

ટુર પેકેજમાં તમને એર અરેબિયાની મુંબઈ થી દુબઈ અને દુબઈ થી મુંબઈની ફ્લાઇટ મળશે. તેમજ એરપોર્ટ ટ્રાન્સફર, હોટેલમાં રોકાણ, સાઈટસીન, દુબઈ વિઝા ફ્રી, ૫ દિવસનો બ્રેક ફાસ્ટ તેમજ ડિનર, સાઈટસીન એસી બસ દ્વારા અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સામેલ છે.

આ ટુર પેકેજમાં તમને દુબઇની સૌથી ફેમસ જગ્યાઓ જેવી કે બુર્જ ખલીફા, ડેઝર્ટ સફારી, દુબઈ મોલ, મિરેકલ ગાર્ડન, ક્રુઝ દુબઈ મ્યુઝીયમ જેવી જગ્યા માણવા મળશે. ત્યારબાદ અબુધાબીમાં શેખ જાયદ મસ્જીદ, ફરારી વર્લ્ડ, સ્નો પાર્ક, સૌથી મોટો થીમ પાર્ક અને મોલ ઓફ એમિરેટ્સ જેવી જગ્યાએ ફરવાનો મોકો મળશે.
આ ટુર પેકેજમાં ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ માં ડબલ અને ત્રીપલ ઓક્યુંપેન્સી માટે ટુર પેકેજની કિંમત ૪૯,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે અને જો તમે એક જ વ્યક્તિનું બુકિંગ કરાવો છો તો ૬૨,૬૯૦ રૂપિયા થશે. ૧૪ ફેબ્રુઆરી માટે ડબલ અને ત્રિપલ ઓક્યુંપેન્સી માટેની કિંમત ૪૮૧૯૦ રૂપિયા છે. સિંગલ ઓક્યુપેન્સી માટેની કિંમત ૫૯૦૦૦ છે. ૩૦ માર્ચના ટુર પેકેજમાં ડબલ અને ટ્રિપલ ઓક્યુપેન્સીની કિંમત ૪૭૫૯૦ રૂપિયા અને સિંગલ ઓક્યુપંસીની કિંમત ૫૮,૫૯૦ રૂપિયા રાખવામાં આવી છે. આ ટુર માં ખુબ જ મર્યાદિત સીટ બાકી રહી હોવાથી લોકોએ જેટલું જલ્દી બને એટલું વહેલું બુકિંગ કરવા રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે.

ફેસબુક ની મજેદાર ભેટ : બર્થ ડે ની ઉજવણી માટે લૉન્ચ કર્યું નવું ફીચર : હવે યાદગાર બનશે ઉજવણી

નવીદિલ્હી : ફેસબુક ઉપર બર્થડે વિશ કરનારને ફેસબુકે નવી એક ગિફ્ટ આપી છે. આને માટે ફેસબુકે એક નવી બર્થડે સ્ટોરી લોન્ચ કરી છે. ફેસબુકના ચાહકો માટે આ સમાચાર આનંદ આપનાર ગણાય. નવાં ફીચર મારફતે યુઝર્સ સ્પેશ્યલ સ્ટોરીમાં ડિજીટલ કાર્ડ, ફોટાઓ તથા વિડિઓ અપલોડ કરી શકાય છે.
નવાં ફીચરની વિશેષતા : સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુકે એક નવાં ફીચર લોન્ચ કરેલ છે તેમાં શું શું નવીનતા છે એની વિગતો આપણે જાણીએ. આ ફીચર મારફત તમારાં મિત્રો તમારાં જન્મદિવસ પર એક ખાસ સ્ટોરીમાં ડીજીટલ કાર્ડ, ફોટાં અને વિડિયો અપલોડ કરી શકશે. જે તમને પોપ-અપનાં રૂપમાં દેખાશે. મતલબ કે હવે તમને ટ્રેક રાખવાની જરૂર નથી કે કોણે તમને ફેસબુક સ્ટોરી પર વીશ કરેલ અને કોણે નહીં…

કંપનીએ જણાવ્યું કે, નવાં ફીચરમાં મજેદાર તથાં યાદગાર હેપી બર્થડે મેસેજ પણ જોવામાં આવશે. નવાં ફીચર ની ખાસિયત એ હશે કે, જાણે તમને તમારો દોસ્ત કે સંબંધી તમારાં બર્થડે પાર્ટીમાં કાર્ડ આપી રહ્યાં છે.
જાણો : કેવી રીતે ઉપયોગ કરી શકાશે?
આ ફીચરનો ઉપયોગ કરવાં માટે બર્થડે નોટિફિકેશન પર ટેપ કરવાનું રહેશે. એ પછી તમે કોઈ ફોટો, શોર્ટ વિડિઓ અપલોડ કરી શકશો. જે તમારાં મિત્રની સ્ટોરીમાં જોઇ શકાશે. આ ઉપરાંત આ સ્ટોરીમાં હેપી બર્થડેનો સાઉન્ડટ્રેક ઉમેરવા માટે મ્યુઝિક સ્ટિકર પણ જોડી શકશો. ત્યાર બાદ તમારી એ વિશ પર્સનલાઇઝ્ડ સ્લાઇડ-  શોની જેમ તમારાં મિત્રના બર્થડે સ્ટોરીમાં ઉમેરાઈ જશે.
ફેસબુકનું માનવું છે કે કંપનીનાં પચાસ કરોડ યુઝર્સ ડેઇલી બેસીસ પર ફેસબુક સ્ટોરીનો ઉપયોગ કરે છે. આ ફીચર લોન્ચને સેલિબ્રેશ કરવાં માટે ફેસબુકે અમેરિકાની 50 બેકરી સાથે પાર્ટ્નરશીપ કરી છે. જેનાથી 10 મે થી યુઝર્સને ફ્રી ટ્રીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ દરેકને આ લોકેશન પર પાર્ટીશીપેટ કરવાં આમંત્રિત કરેલ છે. જેમાં યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવાનો ઉપાય જણાવાશે. લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

ફેસબુક એ સૌનું મનપસંદ એપ છે આપણે ઈન્ટરનેટ ચાલુ કરી એ તો સૌથી પહેલા ફેસબુક ચાલુ કરીએ છે એક સર્વે મુજબ ફેસબુક વાપરના લોકો જે ફેસબુક સાથે જોડાયેલા છે તે 100 માંથી 89 % સૌથી પહેલા મોબાઈલ ઈન્ટરનેટ માં ફેસબુક કે whatsapp નો ઉપયોગ વધારે કરે છે. અત્યારે તમે જોયું હશે કે ફેસબુક લાઈવ નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે ફેસબુક ઘણું મદદગાર પણ થઈ રહ્યું છે
એનો અમુક લોકો સદુપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરે છે તેનાથી એક એવો કિસ્સો બન્યો જે ફેસબુક ના નઝરે પડ્યો તેના લીધે હવે ફેસબુક કંપની ના વીપી ગાય રોસ એ તાત્કાલિક એક નોટિસ આપી કે જો કોઇએ પોતાના ફેસબુક અકાઉન્ટથી હિસા જેવો વીડિયોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી છે, તો ત્યારે એ આગળ ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલી હિંસાનું લાઇવ સ્ટ્રીમિંગ બાદઆ મોટું પગલું ભર્યું છે. કંપનીની વીપી ગાય રોસેને જણાવ્યું કે જે લોકો નક્કી કરેલા નિયમ તોડ્યા છે, એમની પર ફેસબુકના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરનો ઉપયોગ કરવાને લઇને પ્રતિબંધ લગાવવામાં આવશે.
શું છે નવી પૉલિસી

ગાય રોસેનનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આતંકી હુમલાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગની સાથે ચલાવવામાં આવ્યો. આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર પણ કર્યો એટલા માટે હવે ફેસબુક નફરતનવે રોકવા માટે કંપની વન સ્ટ્રાઇક પૉલિસી લાવી રહી છે.
આ પૉલિસીના લાગૂ થયા બાદ જો યૂઝર શરતોનું ઉલ્લંઘન કરશે તો એના અકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવશે. અથવા એના કેટલાક ફીચર્સને બંધ કરી દેવામાં આવશે.

કોઇ યૂઝર કોઇ આતંકવાદી સંગઠનના નિવેદનની લિંક શેર કરે છે ત્યારે પણ આ પૉલિસી વિરુદ્ધ હશે. આવી સ્થિતિમાં એના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે
ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાના વીડિયોને ફેસબુરના કેટલાક યૂઝર્સની વૉલથી ડિલીટ માર્યા, કેટલાક લોકોએ એના એડિટેડ વીડિયો પણ શેર કર્યા જે આપણા માટે પડકાર રૂપ છે

દરેક લોકોએ પોતાના જીવનમાં સંતોષ રાખવો ખુબ જ જરૂરી છે. સંતોષ આપણા જીવનમાં ગતિ પ્રદાન કરે છે. એ વાત પણ સાચી છે કે માણસ જ્યારે સંતોષ માની લે છે ત્યાંથી તેનો વિકાસ રોકાઈ જાય છે. આ વાત સાચી છે પરંતુ એક વાત એ પણ સાચી છે કે માણસને સંતોષ ના થાય તો તે ખોટો રસ્તો પણ અપનાવે છે. અત્યારના જમાનામાં માણસ એકબીજાથી આગળ થવાની રેસમાં હોય ત્યાં સંતોષ હોય એ અસંભવ છે.

આમ જોઈએ તો માણસે દરેક વિષયમાં સંતોષ રાખવો જોઈએ પરંતુ જીવનમાં અમુક વિષય એવા પણ હોય છે જેમાં વ્યક્તિએ સંતોષ માનવો ના જોઈએ. જો વ્યક્તિ આ ત્રણ વિષયમાં સંતોષ માની લે તો જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી. તો ચાલો જાણીએ એ ત્રણ વિષય વિશે.

જ્ઞાન
આચાર્ય ચાણક્યના અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ સીમા હોતી નથી. વ્યક્તિ જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એટલું તેમના માટે જ ફાયદાકારક હોય છે. જ્ઞાનથી વ્યક્તિને કોઈ જ નુકસાન થતું નથી. જ્ઞાનની ભૂખ કોઈ દિવસ શાંત થતી નથી પરંતુ વ્યક્તિ જો આ ભુખ ને શાંત કરે છે તો તે વ્યક્તિ માટે નુકસાનકારક રહે છે.
તેથી કરીને જ્ઞાનની ભૂખ કોઈ દિવસ વ્યક્તિએ શાંત કરવી ના જોઇએ. જો કોઈ વ્યક્તિ જ્ઞાનની ભૂખ શાંત કરી દે છે તો તે વ્યક્તિ ના સફળતાના દ્વાર બંધ થઈ જાય છે.
દાન
વેદ અને શાસ્ત્રમાં દાન ને પુણ્ય ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વ્યક્તિ જેટલું વધારે દાન કરે છે તેનાથી વધારે ભગવાન તેને પાછું આપે છે. વ્યક્તિ જેટલું દાન કરશે એટલું તેને પુણ્ય મળશે. તેથી આપણે દાન કરતા રહેવું જોઈએ.

પ્રાર્થના
મનુષ્ય પોતાના જીવનની સમસ્યાઓને લઈને હંમેશા ચિંતિત રહેતો હોય છે. આ ચિંતાઓને લઈને એ ભગવાનને દોષી માનતો હોય છે. તે હંમેશા ભગવાન ને જ ફરિયાદ કરતો રહે છે. પરંતુ તે મુશ્કેલીના સમયમાં ક્યારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી. આપણા જીવનને ખુશ રાખવા માટે આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. હા એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે આપણો કામ ધંધો છોડીને આખો દિવસ ભગવાનને જ પ્રાર્થના કરતી રહેવી ના જોઈએ.

વોટસએપનું ધમાકેદાર ફીચર : સ્ક્રીનશોટ લીધાં વિનાં save કરી શકાશે અફલાતૂન વોટ્સએપ સ્ટેટસ
નવી દિલ્હી : વોટસએપ સ્ટેટસ Save કરવાંની નવી ટ્રીક આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ટ્રીક ઘણાં લોકોને પસંદ પડી ગઈ છે. ઘણાં લોકો સ્ટેટસ Save કરવાં સ્ક્રિનશોટનો ઉપયોગ કરે છે. પરંતુ એમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ નવાં ફીચરમાં આવી કોઈ તકલીફ થતી નથી. કઇ રીતે નવી સિસ્ટમ ઉપયોગી છે?
આવો આપણે નવી ટ્રીક વિશે જાણકારી મેળવીએ. આ ફીચર મારફત લીંકથી માંડીને વિડિઓ, મિમ્સ, ફોટા, હોલી-ડે ડેસ્ટીનેશન જેવી તમામ વસ્તુઓ શેયર કરી શકાય છે. જોકે મેસેજીંગ એપમાં આ રીતનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. ઘણાં આને માટે સ્ક્રીનશોટનો ઉપયોગ કરે છે પણ સ્કીનશોટ લીધાં પછી યુઝરનેમ તથા નોટીફીકેશન બારને ક્રોપ કરવાં પડે છે.

States saver for whatsapp : સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પરથી સ્ટેટસ સેવર એપ ડાઉનલોડ કરો. વોટસએપનાં સ્ટેટસ પેજ પર જાવ. યુઝરનેમ ઉપર ટીક કરો. સ્ટેટ્સ સેવર પેજને ઓપન કરો. એપ સ્ટેટ્સ ડીસ્પ્લેને સ્કેન કરશે. એ પછી આપને વિડિઓ અને ફોટાઓનો ઓપ્શન દેખાશે.
પસંદ કરો મનપસંદ વિકલ્પ : એપમાં સ્ટેટ્સની અંદર ડાઉનલોડનો ઓપ્શન દેખાશે. એમાં ક્લિક કરતાં સ્ટેટ્સ તમારાં ડિવાઇસમાં સેવ થઈ જશે.
થર્ડ પાર્ટી એપ વિના સ્ટેટ્સ ડાઉનલોડ કરો : ઘણાંખરા યુઝર્સને ખબર હોતી નથી કે તમે જે સ્ટેટ્સ જુઓ છો વોટસએપ એને ડાઉનલોડ કરે છે. મતલબ કે તમારે સ્ટેટ્સ સેવ કરવાં માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડશે નહીં. આને માટે તમારે ફોનનાં ફાઇલ મેનેજરમાં જવું પડશે.
સૌ પ્રથમ ફોનનાં ફાઇલ મેનેજરને ખોલો. ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાવ અને સેટિંગ પર ક્લિક કરો. શો હિડન ફાઇલ્સ ઓપ્શનને ઇનેબલ કરો. ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટસએપ ફોલ્ડરમાં જાવ. ફોલ્ડરમાં મિડીયા ઓપ્શન પર ક્લિક કરો. ફોલ્ડરમાં સ્ટેટસ ઓપ્શન હશે તેમાં આપને વોટસએપ સ્ટેટસ મળી જશે.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.