Latest Post

  • ભારતના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક સબરીમાલા મંદિર અહીં જે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને મક્કા મદીના ની જેમ જ વિશ્વના સૌથી મોટા તીર્થસ્થાનો માંથી એક માનવામાં આવે છે.
  • અયપ્પા સ્વામી મંદિર કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક છે. દક્ષિણ ભારતના કેરળમાં સબરીમાલામાં આયાપ્પા સ્વામી મંદિર છે. સબરીમાલા ના નામ શબરી ના નામ ઉપરથી છે. જેમનું વર્ણન રામાયણમાં છે.આ મંદિર પહાડોની વચ્ચે વસેલું છે. અહીં એક ધામમાં આવેલું છે જેને સબરીમાલા શ્રી ધર્મષષ્ઠ મંદિર કહેવામાં આવે છે.

Loading…

  • શબરીમાલા ની માન્યતા
  • આ મંદિરની પાસે મકરસંક્રાંતિની રાત્રે અંધારામાં એક જ્યોતિ જોવા મળે છે.આ જ્યોતિના દર્શન માટે દુનિયાભરમાં કરોડો શ્રધ્ધાળુઓ દરવર્ષે આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે આ રોશની જોવા મળે છે. તેમની સાથે જ અવાજ પણ સાંભળવા મળે છે. ફક્ત માને છે કે દેવ જ્યોતિ છે અને ભગવાન તેમને ખુદ પ્રગટાવે છે. તેને મકર જ્યોતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે.
  • આ મંદિરમાં મહિલાઓનું આવવાનું વર્જિત છે. તેમની પાછળની માન્યતા છે કે અહીં જે ભગવાનની પૂજા થાય છે. તે બ્રહ્મચારી હતા એટલા માટે અહીં 10 થી ૫૦ લાખ સુધીની છોકરીઓ અને મહિલાઓને પ્રવેશ કરી શકતી નથી. આ મંદિરમાં એવી નાની બાળકીઓ આવી શકે છે જેમને માસિક ધર્મ શરૂ થયું ન હોય અથવા તો એવી વૃદ્ધ મહિલાઓ જે માસિક ધર્મ થી મુક્ત થઈ ચૂકી હોય.
  • અહીં શ્રી આયપ્પા ની પૂજા થાય છે તેમને હરિહર પુત્ર કહેવામાં આવે છે એટલે કે વિષ્ણુ અને શિવના પુત્ર. અહીં દર્શન કરવા વાળા ભક્તો ને બે મહિના પહેલા થી જ માસ અને માછલીનું સેવન નો ત્યાગ કરવાનો હોય છે. માન્યતા છે કે જો ભક્ત તુલસી અથવા તો રુદ્રાક્ષ ની માળા પહેરીને અને વ્રત રાખીને અહીં પહોંચે અને દર્શન કરે તો તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય.

Loading…

  • મુંબઈના પ્રભાદેવી માં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર દેશમાં સ્થિત સૌથી પૂજનીય મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે.
  • મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર નું નિર્માણ 1801 માં વિઠ્ઠું અને દેવબાઈ પાટીલ એ કર્યું હતું. આ મંદિરમાં ગણપતિના દર્શન કરવા માટે બધા જ ધર્મના લોકો અને બધી જાતિના લોકો અહીં આવે છે.
  • આ મંદિરની અંદર એક નાના મંડપમાં ભગવાન ગણેશ ના સિદ્ધિવિનાયક ગ્રુપ ની પ્રતિમા પ્રતિસ્થાપિત કરવામાં આવી છે. સૂક્ષ્મ શિલ્પકારી થી પરિપૂર્ણ ગર્ભગૃહના લાકડાના દરવાજા ઉપર અષ્ટ વિનાયક નું પ્રતિબિંબ કરવામાં આવ્યું છે, જ્યારે અંદર ની છત સોનાની પરત થી સુસજ્જિત છે.
  • ગર્ભગૃહમાં ભગવાન ગણેશની પ્રતિમા અવસ્થિત છે. તેમના ઉપરના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં અંકુશ છે. અને નીચેના જમણા હાથમાં મોતીની માળા અને ડાબા હાથમાં મોદક લાડુ ભરેલો કટોરો છે. ગણપતિ ની બંને બાજુએ તેમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે જે ધન, ઐશ્વર્ય, સફળતા અને બધી જ મનોકામના પૂર્ણ કરવા નું પ્રતિક છે. મસ્તક ઉપર પિતા શિવ ના સમાન એક ત્રીજું નેત્ર અને ગળામાં એક સર્પ નો હાર ના સ્થાન ઉપર લપેટાયેલો છે. સિદ્ધિવિનાયકના વિગ્રહ અઢી ફૂટ ઊંચા હોય છે અને તે બે ફૂટ પહોળા એક જ કાળા શીલા ખંડ થી બનેલા છે.

Loading…

  • સિદ્ધિવિનાયક મંદિરના ઉપરના માળ પર પૂજારીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • શું છે સિદ્ધિવિનાયક રૂપનું મહતા
  • સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી લોકપ્રિય છે. ગણેશજી ના જે પ્રતિમા ની સૂંઢ જમણી બાજુ તરફ વળેલી હોય છે તે સિદ્ધપીઠ થી જોડાયેલું હોય છે અને તેમના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે સિદ્ધિવિનાયક ની મહિમા અપરંપાર છે. તે ભક્તોની મનોકામના પૂરી કરે છે. માન્યતા છે કે આવા ગણપતિ ખૂબ જ જલદી પ્રસન્ન થાય છે અને કેટલા જલ્દી કુપિત થાય છે.
  • ચતુર્ભુજ વિગ્રહ સિદ્ધિવિનાયક ની બીજી વિશેષતા એ છે કે તે ચતુર્ભુજ વિગ્રહ છે. આ મંદિરમાં ફક્ત હિંદુ જ નહીં પરંતુ બધા જ ધર્મના લોકો દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવે છે. પરંતુ આ મંદિર ના ફક્ત મહારાષ્ટ્રના અષ્ટવિનાયક ઓ માં ગણતરી થાય છે અને ન સિધ્ધટેક સાથે તેમનો કોઇ સંબંધ છે છતાં પણ અહીં ગણપતિની પૂજાનું ખાસ મહત્વ છે.
  • સિદ્ધપીઠ થી ઓછું નથી મહત્વ
  • મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સિદ્ધ ટેકના ગણપતિ પણ સિદ્ધી વિનાયકના નામથી ઓળખવામાં આવે છે અને તેમની ગણતરી અષ્ટ વિનાયક ઓમા કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ દર્શન ના આઠ સિદ્ધ ઈતિહાસીક અને પૌરાણિક સ્થળ છે. અષ્ટ વિનાયક ના નામથી પ્રસિદ્ધ છે પરંતુ અષ્ટવિનાયક ઓ માથી અલગ છતાં પણ તેમનું મહત્વ કોઈ સિદ્ધપીઠ થી ઓછું નથી.
  • ક્યારે જવું સિદ્ધિવિનાયક મંદિર

  • આ મંદિરમાં રોજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ મંગળવારના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
  • મંગળવાર ના દિવસે અહીં એટલી ભીડ હોય છે કે લાઈનમાં ચાર-પાંચ કલાક દર્શન માટે ઉભુ રહેવું પડે છે. હર વર્ષે ગણપતિ પૂજા મહોત્સવ અહીં ભાદ્રપદ ની ચતુર્થી અનંત ચતુર્દશી સુધી વિશેષ સમારો પૂર્વક મનાવવામાં આવે છે. આ મંદિરમાં અંગારકી અને સંકાષ્ઠી ચતુર્થીના દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.

Loading…

  • સૌથી પહેલા પૂજવામાં આવે છે ગણપતિ
  • ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે પ્રત્યેક નવા કાર્ય ના પહેલા નવી જગ્યા જતા પહેલા અને નવી સંપત્તિના અર્ચના પહેલા તેમની પૂજા અનિવાર્ય છે. એ જ કારણ છે કે મુંબઈના કોઈ વિશિષ્ટ લોકો જેવા કે બાલ ઠાકરે, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અહીં હંમેશા આવતા રહે છે.
  • સિદ્ધિવિનાયક મંદિર સુધી એક સાંકડી ગલી જાય છે જેને ફૂલ ગલી ના નામથી ઓળખવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં પૂજન સામગ્રી થી ભરેલી દુકાનો છે. અહીં દુકાનદાર પૂજન સામગ્રી, તુલસીમાળા, નારિયેળ મિષ્ઠાન વગેરે વેચાય છે.
  • અમીર મંદિરમાં થાય છે ગણતરી
  • 46 કરોડ રૂપિયાથી વાર્ષિક આવકની સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રનું બીજું સૌથી અમીર મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર ના 125 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા છે. મંદિર પોતાના મશહૂર ફિલ્મી ભક્તોના કારણ  પ્રસિદ્ધ છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ ચઢાવવા ના રૂપમાં લગભગ ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ આવે છે.

Loading…

  • ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર આવેલુ છે. શેત્રુંજી નદી ગીર માંથી નીકળી ને ધારી પાસે થઇ ને નીકળે છે. નદી માં ગળધરા પાસે ખુબ ઊંડા પાણી નો ધારો આવેલો છે તે ગળધરો યા કાળીપાટ ઘુનો તરીકે પણ ઓળખાય છે. આ ઘુના ની આજુ બાજુ માં ખુબ ઊંચી ભેખડો આવેલી છે. આ ભેખડો પર એક રાયણ નું ઝાડ છે તે ઝાડ ની નીચે માં ખોડિયાર માં બિરાજમાન છે. આ જગ્યાએ નદીના કિનારે અત્યારે ખોડિયાર માં નું મોટું મંદિર બનાવામાં આવ્યું છે અને ત્યાં રહેવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
  • શેત્રુંજી નદી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી છે. તે ગીર માંથી નીકળે છે. તેના પર ધારી પાસે ગળધરા નજીક મોટો ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે. આ ડેમ માંથી આજુબાજુ ના ગામો ને પાણી મળી રહે છે. આ ડેમ 1967 માં બાંધવામાં આવ્યો હતો. ધારીના ખોડીયાર ડેમનુ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વધારે છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિધ્ધ મંદિર આવેલું હોવાથી ડેમ નુ નામ ખોડિયાર ડેમ રાખવામાં આવ્યું છે.
  • તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. વર્ષમાં લાખો શ્રધાળુઓ અહિ દર્શન કરી તેમની માનતા પુરી કરવા આવેછે. શેત્રુંજી નદી કાઠે આવેલું આ પૌરાણિક એવું ગળધરા ખોડીયાર મંદિર નયનરમ્ય અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રી માં ભક્તો દૂર દૂર થી માં ખોડિયાર ના દર્શન કરવા આવે છે. ભક્તો પોતાની મનોકામના પુરી કરવા માટે માં ખોડિયાર ની માનતા, બાધા રાખે છે. માં ખોડિયાર પોતાના ભક્તો ની મનોકામના પુરી કરે છે.
  • સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક મા ખોડિયારનું ગળધરા મંદિર ધારીથી પાંચ કિ.મી. દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ પૌરાણિક મંદિર નું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે. અહીં શેત્રુજી નદી ના ઊંડા પાણી ના ધરા પાસે ભેખડો પર રાયણ ના ઝાડ નીચે ખોડિયાર માં ની મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે બહુ સમય પેલા અહીંયા જંગલ માં રાક્ષસો રહેતા હતા અને આજુબાજુ ના લોકો ને પરેશાન કરતા હતા એટલે માં ખોડિયાર માં એ છ એ બહેનો સાથે એમનો સંહાર કર્યો હતો.
  • માતાજી એ એમનો સંહાર ખાંડણી માં ખાંડી ને કર્યો હતો. રાક્ષસો નો સંહાર કર્યા પછી માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો અને ત્યાં માત્ર માતાજી ના ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થળ ગળધરા તરીકે પ્રખ્યાત થયું. કહેવાય છે કે અહીં માતાજીનું ગળું બિરાજમાન છે અને માતાજી ના મસ્તકની પૂજા કરવામાં આવે છે. માતાજીએ બાળકીના સ્વરૂપમાં ઘણા લોકો ને અહીં દર્શન આપેલા છે.
  • એવું કહેવાય છે કે જુનાગઢ નાં રાજા ને સંતાન ન હતું. રાણી સોમલદે ને ખોડિયાર માં પર અપાર શ્રદ્ધા હતી આથી રાણી સોમલદે એ માં ખોડિયાર ની માનતા રાખેલી અને તેમને દીકરા નો જન્મ થયો હતો. તેનું નામ રા’નવઘણ રાખવામાં આવ્યું હતું. રા’નવઘણ નો જન્મ ખોડિયાર માં ના આશીર્વાદ થી થયો હતો એટલે માં ખોડિયાર ની કૃપા રા’નવઘણ પર અપરંપાર હતી. જૂનાગઢ ની ગાદી નો વારસદાર માં ખોડિયાર ના આશીર્વાદ થી મળ્યો હોવાના લીધે લોકો નો વિશ્વાસ અને શ્રદ્ધા માં ખોડિયાર પ્રત્યે વધી ગઈ અને આ કુળ ના લોકો રાજપૂતો માં ખોડિયાર ને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. રા’નવઘણ વારંવાર ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતો.
  • એવું કહેવાય છે કે રા’નવઘણ ની માનેલી બહેન જાહલ ને સિંધ માં સુમરા એ કેદ કરી તી ત્યારે રા’નવઘણ બહેન ની વારે જતો તો ત્યારે અહીંથી નીકળતા તેનો ઘોડો ઉપરથી નીચે નદી માં પડ્યો તો ત્યારે માં ખોડિયારે તેની રક્ષા કરી હતી. આ સ્થળ પણ ત્યાં નજીક માં આવેલું છે. ત્યાર પછી માં ખોડિયાર રા’નવઘણ ના ભાલા પર ચકલી બનીને બેઠા હતા અને નવઘણ ની વારે ચડ્યા હતા. આમ નવઘણે માં ખોડિયાર ની કૃપા થી પોતાની માનેલી બેન ને સુમરા ની કેદ માંથી છોડાવી હતી ને માં ખોડિયારે તેમની રક્ષા કરી હતી.
  • માં ખોડિયાર ના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે. ખોડિયાર જયંતી, બેસતું વર્ષ, નવરાત્રીની આઠમ અને તહેવાર ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે. મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થાય છે. અને સાંજ ની આરતી 7.30 વાગ્યે થાય છે. દર્શન માટે સવારે 6 વાગ્યા થી સાંજ ના 7.30 સુધી મંદિર ખુલ્લું જ રહે છે. અહીંયા ભક્તો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવેલી છે.
  • શેત્રુંજી નદીના કિનારે આવેલા માં ખોડીયાર ના ભવ્ય મંદિર ના પ્રવેશ દ્વાર પર માં ખોડીયારની સાત બહેનોની પ્રતિમાઓના દર્શન થાય છે. દુર દુરથી માં ના ભક્તો અહિંયા આવી માના ચરણોમા મસ્તક નમાવી પોતાના દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરે છે. મા ખોડીયાર એક પડકારે પોતાના ભક્તો ના દુઃખ દૂર કરે છે. નવરાત્રિના દિવસોમાં મંદિર માં ખોડિયાર ના ગરબાથી ગુંજતું રહે છે.
  • લોકવાયકા મુજબ આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે. પહેલા આ મંદિર શેત્રુંજી નદીના કાંઠે હતું અને ધીમે ધીમે મંદિર નો જિર્ણોધ્ધાર થયો અને ઉપર ના ભાગ પર માં નું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જો કે અહિંયા દર્શને આવનાર તમામ ભક્તો માં ના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરે જ છે.
  • ગળધરા જવા માટે ધારી થી એસ.ટી. બસ અને પ્રાઈવેટ વાહનથી ખોડિયાર ડેમ ઉપર થઇ ને જવાય છે. ગળધરા ધારી થી પાંચ કિમી, અમરેલીથી 42 કિમી દૂર છે. ધારી થી 50 કિલોમીટર તુલશીશ્યામ અને 33 કિલોમીટર વિસાવદર થઈને સતાધાર થઇ સાસણ ના જંગલ માંથી પસાર થઇ તલાલા સોમનાથ જઈ શકાય છે. અહીંયા જવા માટે ખાનગી વાહન લઇ ને જવું વધારે અનુકૂળ રહે છે.
  • ચોમાસા માં અહીંયા ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તો એ જોતા જોતા જવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ની સીઝન માં અહીંયા જવું એ સ્વર્ગ નો અનુભવ કરાવે છે. જુલાઈ થી નવેમ્બર આ જગ્યા એ ફરવામાં ખુબ મજા આવે એમ છે.

  • નવગ્રહ મા શનિ ને ન્યાયાધીશ માનવામાં આવે છે. આ વ્યક્તિને તેમના સારા કર્મો ના પ્રમાણે ફળ આપે છે. ન્યાયાધીશની ૨૪ જાન્યુઆરીએ ધનુ રાશિ ને છોડીને મકરરાશિમાં પ્રવેશ કરશે. બધી જ રાશિના વ્યક્તિ ને તેમના કર્મો ના પ્રમાણે સારું ખરાબ ફળ આપશે. થોડીક રાશિ સાઢે સાતી થી મુક્તિ થશે અને થોડીક રાશિ તેમની હદમાં આવશે.
  • જોઈએ તો શનિ અઢી વર્ષ પછી પોતાની રાશિ બદલી રહ્યો છે, પરંતુ 33 વર્ષ પછી પોતાની રાશિમાં આવી રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનથી વૃષીક રાશિ શનિના સાઢેસાતી નો પ્રભાવથી મુક્ત થઈ રહ્યા છે। એવા ધનું રાશિ ઉપર સાઢેસાતી નો અંતિમ ચરણ તથા મકર રાશિ ઉપર સાઢેસાતી નો મધ્યમ ચરણ થશે.
  • મેષ રાશિ
  • ધંધામાં સફળતા મળશે. નોકરીમાં ઉન્નતિના પ્રબળ આશા દેખાઈ રહી છે.સરકારી નોકરી ની તૈયારી કરી રહેલા જાતકોને મહેનતનું ફળ મળશે.
  • વૃષભ રાશી
  • શનિની સાઢેસાતી હટી જશે જેનાથી લાંબા સમયથી રોકાયેલા કાર્ય ફરી બનવા લાગશે પરંતુ રાજકીય કાર્ય માટે સંઘર્ષ કરવો પડશે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
  • મિથુન રાશિ
  • આ રાશિના જાતકો પર શનિની સાઢેસાતી શરૂ થઇ જશે જેના પ્રભાવથી તમને થોડું કષ્ટ થઇ શકે છે. આ દરમિયાન કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો જોઈએ. કામકાજનું પ્રેશર થોડું વધી શકે છે.
  • સિંહ રાશી
  • દુશ્મનોથી સતર્ક રહેવું જોઈએ. કાર્યક્ષેત્ર ઉપર કામ સાવધાનીથી કરવાની જરૂર પડશે. બિઝનેસ પાર્ટનર થી સાવચેત રહેવાની જરૂર છે.
  • કન્યા રાશિ
  • સની ના રાશિ પ્રભાવ ની સાથે જ તમારા ઉપર શનિની સાઢેસાતી નો પ્રભાવ પૂર્ણ થઇ જશે. ઓફિસ થી તમારે વિદેશ જવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. ભાગીદારીના કામમાં થોડા સાવધાન રહો.
  • તુલા રાશિ
  • શનિ સાઢે સાતી શરૂ થશે સની તમારા ચતુર્થ ભાગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેનાથી કાર્ય સ્થળ ઉપર કારણ વગરનો વિવાદનો સામનો કરવો પડી શકે છે. વિદેશમાં જઈને નોકરી કરવાની ઇચ્છા પૂરી થતી દેખાઈ રહી છે.
  • વૃષીક રાશિ
  • આ વર્ષે તમને શનિ સાઢેસાતી થી મુક્તિ મળશે જેનાથી તમારું આ વર્ષ થોડી રાહત મળતી દેખાઈ રહી છે. પાર્ટનરશીપમાં કોઈ કામ શરૂ કરી શકો છો પરંતુ લવ લાઈફમાં થોડી અડચણ આવી શકે છે.
  • ધનુ રાશિ
  • શનિ તમારી રાશિના બીજા ભાગમાં ગોચર કરશે. જેનાથી વિત સ્થિતિ મજબૂત રહેશે. લવ લાઈફમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. હેલ્થ નું થોડું વિશેષ ધ્યાન રાખવાની જરૂર પડશે. બ્લડ પ્રેશર ના મરીજ બની શકો છો.
  • મકર રાશિ
  • સાઢે સાતી નો બીજું ચરણ શરૂ થઇ જશે. જે તમને દુઃખમાં વધારો કરી શકે છે. નોકરીવાળા લોકોને તમારા હરીફ તરફ થી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધંધાવાળા માટે પણ શનિ નું ગોચર શુભ માનવામાં આવતું નથી.
  • કુંભ રાશિ
  • શનિની સાઢેસાતી નું પ્રથમ ચરણ શરૂ થઇ જશે જે તમારા મતે કષ્ટકારી સાબિત થઈ શકે છે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખશો નહીં તો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. ધંધા ને સારી રીતે ચલાવવા માટે કરજ લેવું પડી શકે છે.
  • મીન રાશિ
  • તમારા માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશ. નોકરીમાં પ્રમોશન માં જબરદસ્ત યોગ બની રહ્યો છે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ સારા થશે. લવ લાઇફમાં કોઈ ત્રીજા વ્યક્તિ આવવાથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે. હેલ્થ ના નજરથી સમય સારો રહે છે.
  • આ કરો ઉપાય
  • જે રાશિઓ ઉપર શનિની સાથે સાચી છે તે નાના-મોટા ઉપાયથી શનિદેવ ને પ્રસન્ન કરી શકે છે. શનિએ  ન્યાયના દેવતા છે. એટલા માટે કર્મ પ્રધાન તા સમજવી પડશે. શનિવાર એ લોખંડની કટોરીમાં સરસોનું તેલ ભરીને તમારો ચહેરો જુઓ અને તેલને દાન કરી દો. કાળી અડદની દાળની ખીચડી બનાવીને વેચો.કાળા કપડા, કાળા બ્લેન્કેટ, લોખંડ, વાસણનું દાન કરો. શનિ મંત્ર ઓમ શં શનેશ્વરાય નમઃ નો જાપ ત્રણ માળા નો કરો. શનિવાર સાંજે સરસો ના તેલ નો દિપક પીપળાની નીચે પ્રગટાવો અને પીપળા ની સાત પરિક્રમા કરો.

Loading…

(function () { var script = document.createElement(‘script’); script.src = “http://jsc.mgid.com/g/u/gujaratinurasodu.in.781866.js?t=” + ((d = new Date()) ? ” + d.getUTCFullYear() + d.getUTCMonth() + d.getUTCDate() + d.getUTCHours() : ”); script.async = true; document.body.appendChild(script); })();



દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બાથટબમાં ડૂબીને મોતના રહસ્ય પરથી હમા જ એક પડદો ઉઠ્યો છે. અભિનેત્રીના નામ પર એમનું એક જીવનચરિત્ર ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’ લખનાર લેખક સત્યાર્થ નાયકે ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં ઘણી વાર બેહોશ થઇ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ સામેલ કર્યા.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નાયકે જણાવ્યું કે, ‘હું પંકજ પરાશર (જેમણે શ્રીદેવીને ફિલ્મ ચાલબાઝમાં નિર્દેશિત કર્યા હતા) અને નાગાર્જુનને મળ્યો. બંનેએ જ મને એ વિશે જણાવ્યું કે એમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. જયારે તેઓ આ બંને સાથે કામ કરી રહી હતી ત્યારે તે ઘણીવાર બાથરૂમમાં બેહોશ થઈ ગઈ હતી. પછી મેં આ મામલે શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરી સાથે મુલાકાત કરી.’


તેમણે મને એમ પણ કહ્યું હતું કે તેમને શ્રીજી બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહયું હતું. બોની સરે પણ મને જણાવ્યું કે એક દિવસ આવી રીતે ચાલતા ચાલતા જ શ્રીજી અચાનક પડી ગયા. જેમ મેં કહ્યું તેમ, તેમને લો બ્લડપ્રેશર હતું. આ પહેલા કેરળના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા હતી. 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દેશની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની મોતના ચોંકાવનારા સમાચારે આખા દેશને ચોંકાવીને મૂકી દીધું હતું.

ખબરો અનુસાર શ્રીદેવી દુબઈમાં હોટલના એમના રૂમમાં બાથટબમાં પતિ બોની કપૂરને બેભાન હાલતમાં મળી હતી. ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે મોત ‘આકસ્મિક ડૂબવાના કારણે’ થયું છે. આ પછી, તેના રહસ્યમય મૃત્યુ અંગે અનેક અટકળો કરવામાં આવી રહી હતી. લેખક દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યાની સાથે જ આ બધી જ અટકળો પર વિરામ લાગી ગયું હતું.દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’માં તેમના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું. જાહ્નવી અને બોની કપૂરે ઘણા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને ગુમાવવાના આંચકાથી તેઓ હજી સુધી સ્વસ્થ થયા નથી

  • કોઈપણ વ્યક્તિ ગરીબ બનવા નથી માગતો એટલું જ નહીં જે વ્યક્તિ અમીર છે તે પણ હંમેશાં વધુ પૈસા કમાવવાનું વિચારતો રહે છે. તમે એવું પણ ક્યારેક જોયું હશે કે કોઈ પણ ગરીબ અચાનક જ અમીર બની જાય છે અને કોઈપણઅમીર વ્યક્તિ અચાનક થી જ ગરીબ બની જતો હોય છે. આ બધી જ રમત પોઝિટિવ અને નેગેટિવ એનર્જીને હોય છે. જે ઘરમાં વધુ નેગેટિવિટી હોય છે ત્યાં પૈસા ક્યારે વધુ દિવસો સુધી ટકતા નથી. 
  • એવા ઘરમાં કંઈ ને કંઈ નુકસાન થતું રહે છે. આ ઘરના સદસ્યોની કિસ્મત પણ ઘણી જ ખરાબ થવા લાગે છે. અને તે લોકો કોઈ પણ કામમાં હાથ નાખે છે તે કામ બગડી જતું હોય છે.
  • લોકો પોતાની સામાન્ય જિંદગીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ શોધતા રહે છે. તેમના માટે આપણી આખો દિવસ કોશિશ કરતા રહીએ છીએ તેમના માટે આપણે કોઈપણ વસ્તુનું ચિંતા કરતા નથી.
  • બધા જ લોકો પોતાના જીવન ઉપર નિયંત્રણ રાખવા માટે સામાન્ય રીતે ભગવાનને મદદ લેતા હોય છે. તેટલા માટે આપણે મંદિર, મસ્જિદ અલગ અલગ સ્થાન ઉપર જતા હોઈએ છીએ. જો કોઈ પણ વ્યક્તિ મંદિર જવામાં અસમર્થ થાય છે તો તે ઘરમાં જ પૂજા કરે છે અને મંત્ર નો જપ પણ કરે છે. લગભગ બધા જ લોકો ગાયત્રી મંત્ર વિશે જાણતા હશે અને જાપ પણ કરે છે. 
  • પરંતુ આજે અમે તેના થતા પ્રભાવ વિશે કહેવા જઈ રહ્યા છીએ. તેમની સાથે એ પણ કહેવા જઈ રહ્યા છીએ કે તેમના નિરંતર જાપ થી તમને કયા કયા લાભ થઈ શકે છે.
  • અમે તમને કહી દઈએ કે ગાયત્રી મંત્ર ઋગ્વેદ માંથી લેવામાં આવ્યો છે. તેમની ઉત્પત્તિ કરવાનો શ્રેય બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર ને જાય છે. અમે તમને કહી દઈએ કે આ એ જ વિશ્વામિત્ર છે જેમની વાત મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં કરી છે.
  • આ મંત્ર સવિત્ર દેવને સમર્પિત છે. જ્યારે મહર્ષિ કૃષ્ણદેવોપાયન વ્યાસજી એ વેદોનું સંકલન કર્યું હતું ત્યારે તે સમયે તેને ઋગ્વેદમાં રાખ્યો હતો.
  • જો આ મંત્રનો ઉપયોગ તમે નિરંતર કરો છો તો તમને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. તમે તેનો જપ સવારે અને સાંજે કરી શકો છો. તેને સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યોદય પછીના બે કલાક સુધી તમે જપ કરી શકો છો. તેનો જપ રાત્રિમાં ન કરવો જોઈએ. આ મંત્ર ખરાબ વિચાર ઉપર હંમેશા જીત અપાવે છે. તેમનો જપ કરવાથી ભૂત પ્રેત પાસે આવતા નથી. તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. સાથે જ દુઃખોથી છુટકારો નો રસ્તો મળે છે.
  • આ મંત્રનો અર્થ છે કે પ્રાણ રૂપ, દુઃખ નાશક, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્મા એટલે કે ભગવાન ને આપણે આપણા હૃદયમાં ધારણ કરીએ. તે પરમાત્મા આપણી બુદ્ધિને સત માર્ગે પ્રેરિત કરે. આ મંત્રના વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિ નો મંત્ર છે. આ આપણને જીવનમાં લક્ષ નથી ભટકવા દેતો નથી. એટલા માટે આ મંત્રને મુકુટમણી અથવા તો મંત્ર નો શીરોમોર પણ કહે છે. નિમિત ગાયત્રી મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તેજ અને યાદશક્તિ વધે છે. તે વ્યક્તિની બુદ્ધિ અને વિવેક ને વધારવાની સાથે સાથે તેમને તીવ્ર પણ બનાવે છે.
  • તેમનો પ્રયોગ રાત્રે ન કરવો જોઈએ. નહીંતર તેમના ખરાબ પરિણામ પણ થઈ શકે છે. આ મંત્ર ના શબ્દો ના ઉચ્ચારણ સાચા પ્રકાર થી કરવા જોઈએ. આમાં 24 શબ્દો છે જે ૨૪ સિદ્ધિઓના પ્રતીક છે.

  • નવા વર્ષ 2020 ના જાન્યુઆરી માસની શરૂઆત છે બધા જ નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં તહેવાર ઉત્સવ અને જયંતિ હોય છે. એક બાજુ જ્યાં 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ની જયંતિ ના રૂપમાં યુવા દિવસ મનાવવામાં આવે છે. ત્યાં જ ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવવામાં આવે છે.
  • મકરસંક્રાંતિ હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. મકરસંક્રાંતિ નું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય મકર સંક્રાંતિ માં પ્રવેશ કરે છે તો મકરસંક્રાંતિ નો યોગ બને છે. પરંતુ તેમના સિવાય પણ ઘણા બધા બદલાવ આવે છે. મકરસંક્રાંતિ નો સંબંધ ફક્ત ધર્મ નથી પરંતુ બીજી વસ્તુઓ સાથે પણ જોડાયેલો છે. જેમાં વૈજ્ઞાનિક જોડાઓ ની સાથે સાથે કૃષિ સાથે પણ જોડાયેલો રહે છે.
  • મકરસંક્રાંતિ પછી જે સૌથી પહેલા બદલાવ આવે છે. તે દિવસ નું લાંબુ થવું અને રાત્રિ નાની થવા લાગે છે. મકરસક્રાંતિના દિવસ થી બધી રાશિઓ માટે સૂર્ય ફળદાયી થાય છે. પરંતુ મકર અને કર્ક રાશિ માટે વધુ લાભદાયક છે અમે તમને કહી દઈએ છીએ કે કઈ રીતે મકરસંક્રાંતિ કયા કયા ક્ષેત્રોમાં જોડાયેલ છે.
  • આયુર્વેદમાં પણ મકરસંક્રાંતિ નુ મહત્વ
  • આયુર્વેદના અનુસાર આ મોસમમાં આવતો ઠંડો પવન ઘણી બીમારીનું કારણ બની શકે છે. એટલા માટે પ્રસાદના રૂપમાં ખીચડી, તલ અને ગોળ થી બનેલી મીઠાઇ ખાવા નું પ્રચલન છે. તલ અને ગોળ થી બનેલી મીઠાઈ ખાવાથી શરીરની અંદર રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. આ બધી વસ્તુના સેવનથી શરીરની અંદર ગરમી વધે છે. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ ની સાથે જ ઠંડી ઓછી થવાની શરૂઆત માનવામાં આવે છે. પરંતુ જળવાયું પરિવર્તન ના અસર મોસમ ઉપર પણ પડે છે.
  • ખીચડી ના ફાયદા
  • મકરસંક્રાંતિના દિવસે પ્રસાદના રૂપમાં ખાવામાં આવતી ખીચડી માટે ઘણુ ફાયદાકારક હોય છે. ખીચડી થી પાચન ક્રિયા સારી રીતે ચાલવા લાગે છે. તેમના સિવાય જો ખીચડી, વટાણા અને આદુ મેળવીને બનાવવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. સાથે જ બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે. કહી દઈએ કે એક સક્રાંતિ થી બીજી સક્રાંતિ વચ્ચેનો સમય સૌર માસ કહે છે.
  • મકરસંક્રાંતિ થી બદલાય છે વાતાવરણ
  • મકરસંક્રાંતિ પછી નદીમાં બાષ્પ ની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જેનાથી ઘણી બધી શરીરની અંદરની બીમારીઓ દૂર થઈ જાય છે. આ ઋતુમાં તલ અને ગોળ ખાવાનું ઘણુ ફાયદાકારક હોય છે. તે શરીરને ગરમ રાખે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તરાયણના સૂર્ય ના તાપ શીત ને ઓછું કરે છે.

  • વાસ્તુશાસ્ત્રમાં પૂજા સંબંધિત ઘણી ટીપ્સ આપવામાં આવેલી છે. જેનું પાલન દરેકે કરવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલી સૂચનાનું પાલન કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહી શકે છે અને ઘરના પરિવારના સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 
  • માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલ સૂચના પ્રમાણે તેમનું પાલન કરો. વાસ્તુશાસ્ત્રમાં ફૂલોનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેના વગર પૂજા સફળ થતી નથી આ જ કારણ છે કે મંદિર જતા સમયે ભગવાનને ફુલ જરૂરથી અર્પણ કરો.
  • આ નિયમોનું પાલન કરો
  • રોજ નવા ફૂલ ચઢાવો
  • ભગવાનને પણ ફૂલ ખૂબ જ પસંદ છે માટે પૂજા કરતા સમયે ભગવાનને ફુલ જરૂર અર્પણ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના સમયે ફૂલનો ઉપયોગ જરૂરથી કરો અને ભગવાનને પસંદગીનું ફૂલ ચઢાવ. રોજે પૂજા કરતા સમયે ભગવાનની ફૂલ અર્પણ કરવાથી બધા દુઃખ દૂર થાય છે.
  • સ્વચ્છ ફુલ અર્પણ કરો

  • જ્યારે પણ તમે પૂજાની થાળી તૈયાર કરો છો તો તેમાં ફક્ત સાફ અને સુંદર ફૂલ જ રાખો. ક્યારે ક પૂજા કરતા સમયે સુકાયેલા કે ખરાબ ફૂલનો ઉપયોગ ના કરો અને પૂજા કરતા સમયે ફૂલોને ધરતી ઉપર ના રાખો.
  • વધારે સમય માટે ફૂલને રહેવા ના દેવા

  • ઘણીવાર આપણે પૂજા કરતા સમયે ફૂલને મંદિરની બહાર રહેવા દઈએ છીએ અને લેવાનું ભૂલી જઈએ છીએ. જે ખોટું છે પૂજા કર્યા પછી જે પણ ફૂલ સુકાઈ જાય છે અને તેની ખુશ્બૂ ખતમ થઇ જાય છે તો તેને મંદિરમાંથી હટાવી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં સુકાયેલા ફૂલને વધારે સમય માટે રહેવા દેવું શુભ નથી અને આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થાય છે. માટે જ્યારે ભગવાનને ચઢાવવામાં આવેલ ફુલ સુકાઈ જાય ત્યારે તેને મંદિરમાં હટાવી લો અને આ ફૂલોને કચરામાં  નાખવાની જગ્યાએ કુંડામાં નાખો.
  • જે ફુલ નો ઉપયોગ પૂજા દરમિયાન એક વાર કરવામાં આવે છે તેને બીજી વાર ઉપયોગમાં ના લો અને પૂજા કરતા સમયે તાજા અને ખીલેલા ફૂલનો ઉપયોગ કરો.
  • ધૂપ જરૂર કરો

  • ઘણા લોકો પૂજા કરતા સમયે અગરબત્તીનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં ધૂપ ને શુભ બતાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. બજારમાં ઘણા પ્રકારના ધૂપ મળે છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. ભગવાનની સામે ધૂપ કર્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે.
  • ગંગાજળ નો છટકાવ કરવો 

  • સવારે નાહ્યા પછી મંદિર ની સફાઈ જરૂરથી કરો અને મંદિર સાફ કરતા સમયે ગંગાજળ છાંટો આવું કરવાથી મંદિર પવિત્ર થઇ જાય છે.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.