Latest Post




ખેતી કરતા ખેડૂતોમાં સૌથી વધુ પૈસા ખાતર ઉપર ખર્ચો થાય છે. ડીએપી યુરીયા અને બીજા ફર્ટીલાઈઝર એક રીતે ખુબ મોંઘો હોય છે તે તેમના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. પહેલાની જેમ અત્યારે ખેતરમાં છાણ નો ઉપયોગ ઓછો કરવામાં આવે છે અને પાક ના પૂળા (પુલાવી વગેરે) ખતરમાં નથી નાખતા, જેના લીધે જમીનમાં કાર્બન તત્વ ઘટી રહ્યું છે.



તેનું કારણ જૈવિક ખરીદવાથી કમ્પોસ્ટ (ખાતર) બનાવવામાં ખુબ સમય લાગે છે. ખાતર મંગાવવામાં સરકારના પણ ડોલર ખર્ચાય છે એટલા માટે જૈવિક ખેતી અને ખેડૂત પોતે પણ ખાતર બનાવે તેના માટે માહિતગાર કરી રહ્યા છીએ.
તેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે તાલીમ
તેનો ઉપયોગ પાકની સિંચાઈ, તૈયાર પાકમાં છંટકાવ અને બીજ ના શોધન માં કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ન માત્ર આ પ્રોડક્ટ બહાર પાડે છે પરંતુ ખેડૂતોને તેને ઉપયોગ કરવાની તાલીમ પણ આપે છે. તેના માટે કાયદેસર વિડીયો પણ બનાવવામાં આવેલ છે. ખેતીવાડીમાં રસાયણો નો ઉપયોગ ને ઓછો કરવા માટે ના કારણથી જ તેનું નિર્માણ કરવામાં આવેલ છે. કેન્દ્ર મુજબ, જે ખેડૂતો એ તેનો ઉપયોગ કર્યો છે, તેમના ન માત્ર પૈસા જ બચે છે પણ સારું ઉત્પાદન પણ મેળવેલ છે.
ખેડૂતો મેળવી રહ્યા છે ફાયદો
કેન્દ્રના નિર્દેશક ડોક્ટર કિશન ચન્દ્ર એ આ બાબતે એક વિડીયો પણ અપલોડ કર્યો છે, જેમાંતેના ફાયદા વિષે જણાવી રહ્યા છે. ચંદ્રા કહે છે કે બધા ખેડૂત બિન્દાસ તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે જણાવ્યું કે પહેલા આવી જાતના ફોર્મ્યુલા ને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હતું અને તે પ્રોડક્ટ બનાવીને બજારમાં લાવતા હતા. પણ તેની ક્વોલેટી યોગ્ય હોતી ન હતી એટલા માટે આ વખતે સરકારે એ નિર્ણય કર્યો કે વેસ્ટ ડીંકપોજર ને સરકાર પોતે જ ખેડૂતો સુધી પહોચાડશે.
ભારત સરકારના કૃષિ વિભાગના જૈવિક કૃષિ કેન્દ્રે પણ એક ડીં કમ્પોઝર બનાવ્યું છે. રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્રે આવી રીતે વેસ્ટ ડીંકપોજર ની 40 મી.લી. શીશી ની કિંમત 20 રૂપિયા રાખવામાં આવેલ છે. સંસ્થાનો દાવો છે તેનાથી થોડી વારમાં ઘણા સો લીટર તૈલી ખાતર તૈયાર (લીક્વીડ ખાતર) તૈયાર થઇ જાય છે.
તે ઉપરાંત તમે તેની મદદથી ઘરેલું કચરામાંથી ઘણી કડક જમીન માટે ઉત્તમ ખાતર પણ તૈયાર કરી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત છે કે તે માત્ર 20 રૂપિયા (40 મી.લી.) માં આવે છે અને બીજી વાત એ છે કે તેને કોઈ પ્રાઇવેટ કંપની નહી પરંતુ સરકાર પોતે જ આપી રહી છે.

કેવી રીતે કામ કરે છે આ પ્રોડક્ટ
આ એક નાની એવી શીશીમાં હોય છે. ઉપયોગ કરવા માટે 200 લીટર પાણીમાં 2 કિલો ગોળ ની સાથે તેને નાખીને સારી રીતે ભેળવી દો. ઉનાળામાં બે દિવસ અને શિયાળામાં 4 દિવસ સુધી તેને રાખો. ત્યાર પછી તે ઉપયોગ કરવા માટે તૈયાર થઇ જાય છે. આ બસ્સો લીટર મિશ્રણ માંથી એક ડોલ મિશ્રણને ફરી 200 લીટર પાણીમાં ભેળવી લો. આવી રીતે આ મિશ્રણ બનાવતા રહો અને ખેતીની સિંચાઈ કરતી વખતે પણીમાં આ મિશ્રણને નાખતા રહો. ડ્રીપ સિંચાઈ સાથે પણ આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આખા ખતરમાં તે ફેલાઈ જશે. તે ઉપરાંત પાકની બીમારીને દુર કરવા માટે દર મહીના માં એક વખત વેસ્ટ ડીંકપોજર નો છંટકાવ કરી શકો છો.
આવી રીતે બનાવો ખાતર અને બીજ નું શોધન
કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે 1 ટન કુડા કચરામાં 20 લીટર વેસ્ટ ડીંકપોજર નું તૈયાર મિશ્રણ છાટી દો. તેની ઉપર એક પડ પાથરી દો અને પછી મિશ્રણનો છંટકાવ કરો. પછી બધું ઢાકી ને મૂકી રાખો. લગભગ 40 દિવસમાં કમ્પોસ્ટ ખાતર તૈયાર થઇ જશે. કેન્દ્ર પાસેથી મળેલ જાણકારી મુજબ એક શીશી માંથી 20 કિલો બીજ નું શોધન કરી શકાય છે. એક શીશી ડીકમ્પોસ્ટ ને 30 ગ્રામ ગોળ માં ભેળવી દો. આ મિશ્રણ 20 કિલો બીજ માટે પુરતું છે. શોધન ના અડધા કલાક પછી બીજ ની વાવણી કરી શકો છો.

આવી રોતે મેળવો પ્રોડક્ટ
વેસ્ટ ડીંકપોજર રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્ર ના બધા રીજનલ સેન્ટર ઉપર મળી આવે છે. આ ગાજીયાબાદ, બેંગ્લોર, ભુવનેશ્વર, પંચકુલા, ઇમ્ફાલ, જબલપુર, નાગપુર અને પટના ના રીજનલ સેન્ટર માંથી મેળવી શકો છો.

શું તમે જાણો છો 30 વર્ષની ઉંમર પછી પુરૂષોમાં કેટલાક ફેરફાર આવે છે?  જી હાં, સ્ત્રી હોય કે પુરૂષ 30 વર્ષની ઉંમર બાદ તેમના શરીર અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાક પરિવર્તન આવે છે. જેમાં આજે અમે તમને જણાવીશું કે પુરૂષો 30 વર્ષના થાય પછી તેમણે શું ધ્યાન રાખવું જરૂરી છે.
30 વર્ષની ઉંમર પછી હાડકા નબળા થવાનું શરૂ થાય છે, માસપેશીઓમાં લચીલાપણું દૂર થતું થાય છે, ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે, કામેચ્છા ઓછી થાય છે, પુરૂષોના શરીરની સંપૂર્ણ ઊર્જા શક્તિ ઘટવા લાગે છે, હાર્ટ સંબંધી સમસ્યાઓ શરૂ થવા લાગે છે અને પાચન ક્ષમતા નબળી પડતી જાય છે.
તો આવી સમસ્યાઓથી બચવા માટે પુરૂષોએ શું કરવું જોઈએ? તેના માટે 30 વર્ષની ઉંમર પછી દરેક પુરૂષોએ નિયમિત રીતે હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ અને ડોક્ટરની સલાહ માનવી અને એક સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવી જોઈએ. ખાન-પાનમાં ફેરફાર કરવા જોઈએ. પણ 30 વર્ષ વટાયા બાદ પાચનક્રિયા ધીમી પડે છે, જેથી ઓછું ખાવું. આ સિવાય ખોટી આદતોને પણ ત્યજી દેવી.
પ્રોટેસ્ટ ગ્રંથિના કેન્સરનો ખતરો
30 વર્ષની ઉંમર બાદ જો પુરૂષોમાં પેશાબમાં બળતરા, સ્તંભન દોષ, રાતે વધારે પેશાબ લાગવી જેવી સમસ્યાઓના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. કારણ કે પ્રોટેસ્ટ ગ્રંથિના કેન્સરના માત્ર આટલા જ લક્ષણો નથી પરંતુ વહેલું નિદાન મોટી સમસ્યાને રોકી શકે છે. જેથી આવી તકલીફોને નજરઅંદાજ કરવી નહીં.
માસપેશીઓમાં સંકોચન
30ની ઉંમર બાદ પુરૂષોના ટિસ્યૂની પેશીઓ પોતાનું લચીલાપણું ગુમાવે છે અને સંકોચાવા લાગે છે. આનાથી બચવા માટે પુરૂષોએ એવી એક્સરસાઈઝ કરવી જોઈએ જેનાથી તેમના શરીરની યોગ્ય મૂવમેન્ટ થતી રહે અને શરીર દરેક દિશામાં વળે. યોગા પણ આ સમસ્યાથી બચવા માટેનો કારગર ઉપાય છે.
હાડકા નબળા થવા
30ની ઉંમર પછી પુરૂષોના હાડકા નબળા થવા લાગે છે અને કેટલાક હાડકા નષ્ટ થવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના  વધી જાય છે. જેથી સમયાંતરે એક્સ-રે અથવા સ્કેનિંગની મદદથી હાડકાઓની તપાસ કરાવતા રહેવું. જો આવી કોઈ સમસ્યા થાય તો વધુ માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી લેવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ વધુ વજન ઉઠાવવું જોઈએ.
પેટ પરની ચરબી વધે છે
30 વર્ષની ઉંમર બાદ પુરૂષોની ફાંદમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. જેમ કે ઉંમર વધે છે તેમ જ શરીરમાં કેલરીની ખપત ઓછી થવા લાગે છે. જેથી તમારી ગતિવિધિઓ પર નજર રાખો અને તમારા ભોજન પર ખાસ ધ્યાન આપો.
આ ઉંમરે પહોંચવાની સામાન્ય સમસ્યા
આ ઉંમરે પહોંચ્યા બાદ મોટાભાગના પુરૂષોમાં તણાવની સમસ્યા બહુ જ વધી જાય છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે શરીરમાં કેટલાક પ્રકારના ફેરફાર પણ આવે છે. જો તમને સતત તણાવ રહેતો હોય તો તરત ડોક્ટરને બતાવવું અને તણાવને તમારી જાત પર હાવી થવા દેવું નહીં.
હૃદય સંબંધી સમસ્યાઓ
30 વર્ષની ઉંમર બાદ ધીરે-ધીરે હાર્ટની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને બ્લડનું પંપિગ પણ ઓછું થઈ જાય છે. જેના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગું થવા લાગે છે અને બ્લડપ્રેશર વધી જાય છે. જેથી તમારા હાર્ટનું ધ્યાન રાખો, દિલને હેલ્ધી રાખે એવા ખોરાક ખાઓ અને હળવી કસરતો કરો.
ટી લેવલ ઓછું થઈ જાય છે
30 વર્ષની ઉંમર બાદ પુરૂષોમાં ટી લેવલ એટલે કે ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે. એક સંશોધનમાં આવું જાણવા મળ્યું છે. જો તમારી કામેચ્છા ઓછી થવા લાગે અને તણાવગ્રસ્ત રહેવા લાગો તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ટી લેવલને વધારવું જોઈએ.
અંડકોષનું કેન્સર
પુરૂષો 30 વર્ષ વટાવે પછી તે લોકોમાં અંડકોષના કેન્સરનો ખતરો પણ વધી જાય છે. જેથી જો તમારા અંડકોષમાં દુખાવો રહેતો હોય તો તરત જ ડોક્ટરને બચાવવું જોઈએ. જેથી વહેલી તકે સારવાર થઈ જાય અને ઈલાજ સરળ થઈ શકે.

દાંતમાં સડો મુખ્ય રૂપથી પેઢામાં બળતરાં અને તૂટેલા દાંતને કારણે થાય છે. દાંતમાં સડો થવો એ મુખ્ય રીતે એક પ્રકારનું સંક્રમણ હોય છે જે પેઢા અને દાંતના મૂળની વચ્ચે થાય છે અને તેના કારણે વધારે દુખાવો થાય છે અને દાંતની અંદર પરૂ બની જાય છે, જેથી દાંતમાં સતત દુખાવો રહે છે.
દાંતની તકલીફને અવગણો નહીં
જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતનની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
દાંત અને પેઢાંની બીમારીના ઉપાય
દાંતમાં પરૂ હોવાના કારણે જે દર્દ થાય છે તે અસહ્ય હોય છે તથા આ દર્દને રોકવા માટે લોકો અનેક પ્રકારના ઉપચાર કરે છે પરંતુ અંતે દર્દમાં વધારો થાય છે. જો તમે પણ પેઢાંની બીમારીઓથી ગ્રસિત છો તો અહીં જણાવેલા કેટલાંક સરળ અને ઘરેલૂ નુસખાઓ અજમાવી શકો છો. આ પહેલાં તમારે આ બીમારીના લક્ષણ તથા કારણો ઓળખવા પડશે.
દાંતમાં પરૂ થવાના કારણો
-પેઢાંની બીમારી
-મોઢાની સફાઇ યોગ્ય રીતે ન કરવી
-રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવી
-તૂટેલા દાંત અને પેઢાંમાં સોજા અને બળતરાં
-દાંતમાં ઇન્ફેક્શન
-બેક્ટેરિયા
-કાર્બોહાઇડ્રેડ યુક્ત તથા ચીકણા પદાર્થ વધારે માત્રામાં ખાવા
 દાંતમાં પરૂ થવાના લક્ષણ 
– જ્યારે પણ કંઇ ખાવ તો ઇન્ફેક્શનવાળી જગ્યા પર દર્દ
– સંવેદનશીલ દાંત
– મોઢામાં ગંદા સ્વાદવાળા તરલ પદાર્થનો સ્ત્રાવ
– શ્વાસની દુર્ગંધ
– પેઢાંમાં લાલાશ અને દર્દ
– અસ્વસ્થ રહેવું
– મોંઢુ ખોલવામાં તકલીફ થવી
– પ્રભાવિત ક્ષેત્રમાં સોજાના કારણે – ચહેરા પર સોજો લાગવો
– દાંતમાં અચાનક દર્દ થવું
– અનિદ્રા
– દ્રાવ્ય પદાર્થો ગળવામાં તકલીફ થવી
– તાવ આવવો

લસણ 
લસણ બેક્ટેરિયાને મારવા માટે એક પ્રાકૃતિક હથિયાર છે. કાચા લસણનો રસ ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. જો ખરેખર તમારાં દાંતમાં વધારે દર્દ થઇ રહ્યું હોય તો તમે આવું કરી શકો છો. કાચા લસણની એક કળી લો તેને પીસીને રસ કાઢી લો. આ રસને ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવો. આ ઘરેલૂ ઉપચાર દાંતના દર્દમાં જાદુઇ કામ કરે છે.
લવિંગનું તેલ
લવિંગનું તેલ ઇન્ફેક્શન રોકવામાં સહાયક હોય છે તથા દાંતોના દર્દમાં અને પેઢાંની બીમારીનો સારો ઉપચાર છે. થોડું લવિંગનું તેલ લો તથા આ તેલથી ધીરેધીરે બ્રશ કરો. આ તેલને ઇન્ફેક્શનવાળા એરિયામાં લગાવતી વખતે વધારે સાવધાની રાખો, વધારે દબાણપૂર્વક તેલ ન લગાવો અને પેઢાં પર હળવા હાથે માલિશ કરો. પેઢાં પર લવિંગનું તેલ થોડી જ માત્રામાં લગાવો અને ધીરે ધીરે માલિશ કરો.
મીઠું
જો તમારે તરત જ આરામ જોઇએ છે તો મીઠાંનો આ ઉપાય કરો.  આ માટે થોડું મીઠું ગરમ પાણીમાં મેળવો અને તે પાણીથી કોગળા કરો. શરૂઆતમાં થોડો દુખાવો થશે અને ત્યારબાદ થોડો આરામ મળશે. આવું બે-ત્રણ વખત કરવાથી દર્દ લગભગ 90 ટકા ઓછું થઇ જશે.
ઓઇલ પુલિંગ
આ ઘરેલૂ ઉપચાર ખૂબ જ સહાયક છે, તેમાં તમારે માત્ર નારિયેળ તેલની જરૂર રહે છે. એક ચમચી નારિયેળ તેલ લો અને તેને તમારાં મોઢામાં ભરી રાખો. તેને પી ના જશો અને 15 મિનિટ સુધી તમારાં મોઢામાં રાખો. ત્યારબાદ તેને થૂકી નાખો અને મોઢુ ધોઇ લો.
ફુદીનાનું તેલ
દાંતના દર્દમાં ફુદીનાનું તેલ જાદુઇ અસર કરે છે. તમારી આંગળીઓના ટેરવાં પર થોડું તેલ લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર મસળો. આનાથી દાંતના દર્દમાં તરત જ રાહત મળશે.
ટી બેગ
ટી બેગ એક અન્ય ઘરેલૂ ઉપચાર છે, હર્બલ ટી બેગને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. આનાથી પરૂને કારણે થતાં દર્દમાંથી તમને તરત રાહત મળશે.
એપ્પલ સાઈડર વિનેગર
દાંતોમાં પરૂ થવાના કારણે એપ્પલ સાઈડર વિનેગર એક અન્ય ઉપચાર છે. તે પ્રાકૃતિક હોય કે ઓર્ગેનિક, આ ઉપચાર એકદમ પ્રભાવશાળી રીતે કામ કરે છે. એક ચમચી વિનેગર લો અને તેને થોડાં સમય સુધી મોઢામાં રાખીને થૂંકી નાખો. આનાથી પ્રભાવિત ક્ષેત્ર કિટાણુમુક્ત થઇ જશે અને સોજો પણ ઉતરી જશે.

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાત માં ઠેર ઠેર પાણી ની સમસ્યા માથું ઊંચકી રહી છે, ત્યારે આ ભારે ગરમીમાં ઘણા એવા ગ્રામ્ય પંથકો છે કે જ્યાં પાણી પહોચતું નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વાંકાનેર તાલુકા ભોજપરા પાસે વાદી વસાહત આવેલું છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે અહીંના લોકો વલખા મારે છે.
નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાદી આગેવાનોની રજૂઆતના પગલે અહીં 2૦૦ જેટલા પાકા મકાનો અને આ વાદી પરિવારના બાળકો ભણી શકે તે માટે શાળા બનાવવાના આદેશ અપાયા છે. જે વર્ષ 2002માં નિર્માણ થયું હતું અને મોદીની આ મેહરબાનીથી આ પરિવારો માટે મોદી ભગવાન બની ગયા હતા.



ગામના  લોકો દ્વારા ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન નહિં પણ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર રાખવામાં આવી હતી અને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ આજે આ વાદી પરિવારના સભ્યો સરકાર પાસે મદદની ભીખ માંગી રહ્યા છે.



ગામ માં પાણીની આ તકલીફના કારણે કેટલાક પરિવારો આ ગામ છોડીને પણ જતા રહ્યાં છે. વર્ષ 2002માં આ ગામની સ્થાપના થઇ હતી. ત્યારે રાજ્યના મંત્રી નરોતમ પટેલ દ્વારા આ ગામને પાણી મળે તે માટે વિશેષ સુવિધાઓ કરી દેવામાં આવી હતી કારણ કે… નરેન્દ્ર મોદી દ્વારા આ પરિવારોને આશરો આપી જગ્યા ફાળવી ૨૦૦ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા.



ગામવાસીઓની વાત સાંભળીએ તો ગામમાં છેલ્લા બે વર્ષથી પાણી આવતું નથી. જેને કારણે અહીના પરિવારની મહિલાઓ તેમજ બાળકો માથે પાણીના ઘડા લઇને 5થી 10 કિલોમીટર સુધી દુર દુર પાણી ભરવા જાય છે. અહીંના લોકો પાસે પાકા મકાનો છે. સુંદર રેવાની વ્યવસ્થા પણ છે. પરંતુ પાણી વિના આ વાદી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે


વાંકાનેરના હસનપર ગામથી એક પાણીની પાઇપલાઇન આ ગામ સુધી પહોચાડવામાં આવી હતી. જે પાઈપલાઈન થકી પાણી આ ગામના પાણીના ટાકામાં આવતું અને એ ટાકા થકી અહીના 1200 પરિવારોને પાણી મળતું હતું. પરંતુ કોઈ કારણો શર પાણીનું એક ટીપું પણ આ ટાકામાં છેલ્લા બે વર્ષથી આવ્યું નથી. જેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.



જે ગામમાં લોકો પાકા મકાનો અને શાળા બનવવાને કારણે લોકો મોદીની પૂજા કરતા આજે એજ પરિવારના સભ્યો મોદી પાસે પાણીની ભીખ માંગી રહ્યા છે. તંત્રને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં આ પરિવારની તકલીફ કોઈએ સાંભળી નથી. ત્યારે આ પરિવાર ભગવાન પર આશ રાખીને બેઠો છે કે, સરકારના કોઈ એક અધિકારી કે નેતા તેમની વાત સાંભળે અને ફરી આ ગામમાં પાણી આવવા લાગે.

Image may contain: sky



અંશીકા  અને  વંશિકા એમ  તો  બન્ને  પિતરાઈ  બહેન  થાય  પણ  તેમના   વચ્ચે  લાગણી  સગ્ગી  બહેનો  કરતા  વધારે..!! નાનપણથી   જ  સાથે  ઉછરેલા; વંશિકા મામા -મામી  સાથે  જ  મોટી  પણ  થઈ  સાથે  જ  અભ્યાશ પૂર્ણ  કર્યો  અને  હવે  બન્ને  જોબ  કરે છે. વંશિકાના માતા-પિતા નું નાની ઉમરે અવસાન થયું હતું પણ  મામા -મામીએ  ક્યારેય એમની ખોટ લાગવા દીધી નહીં . અંશીકા કરતા વંશિકા  વધુ  હોશિયાર  અને કામગરી  પણ . વંશિકા એકદમ  ડાહી  અને  સમજુ  જયારે  અંશીકા  થોડી  નટખટ,    ઘરમાં  એ સૌથી નાની  એટ્લે  એની  બધી  ઝિદ  પણ  પુરી  કરાતી . હવે  આવ્યો  સમય  દીકરીને  પરણવાનો. ઈશ્વરની  કૃપાથી બંને  બહેનો  માટે સાથે  જ છોકરા જોવાનું  શરૂ  કર્યું  અને  જોગાનુજોગ  સાથે  જ  મેળ  પણ  પડી  ગયો.  એક  જ  ઘરમાં  કાકા –મોટાના દીકરાઓ  જોવા  આવવાના   હતા  અને  મિટિંગ  ફાઇનલ  થઈ.  છોકરાઓમાં એકનું  નામ  "વંશ" અને  બીજાનું  "અંશ "  બન્ને  સેટ  થયેલા  અને  સંસ્કારી. જયારે  લગ્નની  વાત  વાત  આવે  ત્યારે  વડીલોનો  જોવાનો  દ્રષ્ટિકોણ  થોડોક  બદલાય  જાય  છે. અંશની  મમ્મીને વંશિકા યોગ્ય  ન  લાગી . કારણ  કે  માં-બાપ  વગરની  દીકરી  ને !  મામા-મામી  સાથે  ઉછરેલી ..! કાકીની માન્યતા એવી કે દીકરીના  ઉછેરમાં  કઈ  કમી  રહી  ગઈ  હોઈ  !!  સમાજમાં  એક  એવું  માન્યતા  બેસી  ગઈ   છે  કે  માબાપ  વગરના  બાળક  એટલે  "બાપડા -બિચારામાં'  ગણાય . હવે  કરીએ  તો  કરીએ  શુ?? જયારે  આ  દરેક  વાતો  કાકીએ  કાકાને  કરી  ત્યારે  કાકાએ  વળતો  જવાબ  તો  ના  આપ્યો  પણ  તેમની  વાતો  સાથે  મંજુર  ના  થયા ..! હવે  કરે  તો  કરે  શુ? મને -કમને  સહકુટુંબ  છોકરી  જોવા  ગયા. ઘરના  દરેક  સદસ્યોને  વંશિકા પસઁદ  પડી;  વંશ  માટે  વંશિકા  અને  અંશ  માટે  અંશીકા . બધા  રાજી હતા પણ  નાના  કાકીનું  મન  થોડું  કચવાતું  હતું  કે  અંશ  માટે  અંશીકા  નહિ   ચાલે . છતાં  પણ  બધાની  હા  હોવાને  લીધે  ગોળ -ધાણા  વહેંચી  વાત પાક્કી કરી.  લગભગ  ત્રણ મહિના પછી ધામધૂમથી  બંનેના  લગ્ન  પણ  થઈ  ગયા . 


બંને  બહેનો  ઘર  સારી  રીતે  સાંભળી  લેતી  હતી . જ્યાં  અંશીકાની  બેદરકારી  કે  ભૂલ  થાઈ  તેને વંશિકા તરત  જ  પોતાના  ખભે   જવાદારીની જેમ   ઉઠાવી  લેતી  હતી  અને  તકેદારી  પૂર્વક  બીજી  વાર  નહિ   કરે  એ  રીતે  મીઠો  ઠપકો  આપતી .  તો  પણ   ઘણીવાર  નાની  બાબતોમાં   હજીયે  અંશીકા કાચું   કાપતી . હવે  નાના  કાકીને  સમજાયું  કે  તે  અત્યાર  સુધી  જે  વ્યકતિને   "દયા -દ્રષ્ટિ" ની  ભાવના   થી  જોતા  હતા  તેની  જ  વ્યહારુ  અને  કુશળ  દ્રષ્ટિ  ના  લીધે  ઘર  વ્યવસ્થિત   છે  . આ  એ  જ   છે  જેની સાથે પોતાના દીકરાના  લગ્ન  માટે  તેમનું  મન  કચવાતું  હતું . એમને સમજાયું કે દિલ  જેના  માટે  ના  પડતું  હતું  તે  જ  વ્યક્તિ  બધા  ના દિલ  માં  વસે  છે  . 



આતો  એક  નાનકડો  કિસ્સો  છે  વંશિકા  અને  અંશીકા  ના  જીવનનો !!  રોજ  બરોજની  જ    લાઈફ     માં  આપણે   જાણતે  અજાણ્યે આવું કેટલીય વાર કરીયે  છીએ   જેની  આપણને  પણ  જાણ  હોતી  નથી.   આપણે “મેરી બેટી, મેરા અભિમાન” “આઇ લવ માય ડોટર ”  આ બધી ફ્રેમ વાળા પ્રોફાઇલ પિક્ચર તો અપલોડ  કરીએ છીએ  પણ  શુ  આપણો  આવા  કિસ્સા  માં  જોવાનો  દ્રષ્ટિકોણ  બદલ્યો  છે ????????????
જો  નહિ  તોહ  હવે  બદલો . કારણ  કે  દરેક  ના  નસીબ  માં  વંશ  વધારવા  માટે  એક  વંશિકા  તો  જોઈશે  જ  જે  પ્રેમ  ની  ગાંઠ  થકી   પરિવાર  ને  પાંચ  અલગ  આંગળી  ઓ  ની  જેમ  એક  મુઠ્ઠી  માં  સાચવી  શકે . હવે, આ નવી વિચારધારા અપનાવી જોઈએ  "મેરી બહુ મેરી બેટી ,દોનો એક સમાન" 

જીનલ મરચન્ટ

માણિકચંદ (RMD) ગુટકાના માલિક-પ્રણેતા રસિકલાલ ધારીવાલ સાહેબનું કેન્સરને લીધે નિધન થયું છે.

શોકસમયે સદગત માટે ઘસાતું બોલવું એ વિવેક કે મોતનો મલાજો નથી. પણ સદગત વધુ જીવ્યા હોત ને એમનું દુર્જનો માટેનું "સર્જન" યાને એમની પ્રોડક્ટ ગુટકા નર્કસ્થ થઇ હોત, તો અંગત રીતે આનંદ થાત. તદ્દન ઝેરી અને પૃથ્વીનું સૌથી વિનાશકારી વ્યસન હોય તો એ ગુટકા છે. હું દ્રઢપણે માનું છું કે માવાફાકી ચોળવાનું ને ગંદા ગુટકા ભચડવાનું વ્યસન ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં છે ! એનું એક પ્રમુખ કારણ ગુજરાતની દંભી દારૂબંધી પણ છે. સમગ્ર સમાજ આદર્શ મુજબ જીવી નથી શકતો ને ઇઝી ઈન્સ્ટન્ટ 'કિક' માટે અમુક બંધાણીઓ શરાબ ન મળતા ગુટકાપ્રેમી થતા ગયા ને પછી તો ખિસ્સામાં લઇ ફરવું ને મનફાવે ત્યાં ચાવવું થૂંકવું આસાન હોઈને ગુટકાનો વ્યાપ વધતો ગયો.


ધરતીના પટ પર સૌથી વધુ મોઢાના કેન્સર સૌરાષ્ટ્રમાં છે. ગંધાતા સડેલા દાંત તો રોજીંદા છે. દારૂબંધીની માફક જ ગુટકાબંધી નર્યું નાટક છે. દારૂબંધીએ જેમ ભ્રષ્ટાચાર પેદા કર્યો ( બાકી ગુજરાતમાં પેટ્રોલ પાણીના ભાવે વેંચાઈ શકે, પણ એ વિષયાંતર થશે) એમ કહેવાતી ગુટકાબંધીએ ઉલટો કંપનીનો નફો વધારી દીધો. તગડા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ય માણિકચંદની નોન્ધ લેવી પડે. આપણી સેટિંગબાજ જુગાડુ પ્રજાએ રાબેતા મુજબ નુસખા શોધી લીધા ને કાશ્મીર કે સ્પેનના કેસર કરતા ય મોંઘા ગુટકા રોજ ચાવી જતા કહેવાતા ગરીબોને એની શરમ તો શું સાનભાન નથી. બાકી ગ્રામના હિસાબે ભાવ કિલોમાં ફેરવી જોજો.સરકાર ધારે તો ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી શકે, પણ એવું કોઈ સરકાર ધારે નહિ. ટેક્સની આવક દુર્ગુણોમાંથી થાય. બધા ગાંધી થઇ જાય તો બજેટ સાવ ભાંગી પડે. ને પબ્લિક ડિમાન્ડ હોય એ પ્રોડક્ટ પર બેન શક્ય જ નથી. ઉલટું વધુ ક્રાઈમ થાય. આમ પણ, કોને શું ખાવું ને શું પીવું એ માટેના સરકારી નિયમો જ હાસ્યાસ્પદ છે. પણ શું સારું ને શું ખરાબ એની જાણકારી શેર કરી શકાય. કારણ કે કોઈ પણ વળગણ કોઈના કહેવાથી કદી છૂટે નહીં, અંદરથી ઉગે તો જ છૂટે. બાકી ધુમ્રપાનની જાહેરાતના સમયમાં થીએટર બહાર જઈ બે કશ લગાવી લેવાવાળા મળી આવે !

પણ ગુટકા - માવાનો સીધો સંબંધ અ-સ્વચ્છ ભારત સાથે ય છે. સાદા પાનનો રસ ઘૂંટડે ને ઘૂંટડે ગળે ઉતારવાનો હોય. પણ તમાકુવાળા પાન-ફાકી કે ગુટકાનો રસ સતત થૂંકવો પડે. માટે ગંદકી વધતી જાય. માતા પર ન થૂંકો પણ માતૃભૂમિ પર રોજ થૂંકવાનું ! એટલે ગુટકામુક્ત દેશો ખાસ્સા સ્વચ્છ જોવા મળે ! એ દેશોના પબ્લિક ટોયલેટના બેઝિન પણ ! આપણે ત્યાં તો સ્કૂલ-કોલેજના સ્ટાફ રૂમની મુતરડી ચેક કરો તો ઘણા ગુરુવર્યોનું 'કેરેક્ટર સર્ટીફિકેટ' મળી આવશે ! આમ પણ ભારતીયો જગતભરમાં તમાકુ માટે કુખ્યાત છે. જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુટકા ! આમ પણ, બીજા વ્યસનો તો યુગો જુના કે પ્રાકૃતિક ગણો, તો આ ગુટકા ભસ્માસુર તો સાવ તાજો છે.
અગાઉ પણ સ્વાનુભવે લખી ચુક્યો છું એમ જાગવા માટે કે કામ કરવા માટે ગુટકા ચાવવા પડે એ તો માત્ર મનોબળનો અભાવ છે. જરૂરીયાત હરગીઝ નહીં. સંપૂર્ણ નિર્વ્યસની તરીકે આ હું છાતી ઠોકીને કહી શકું. પણ બીજી વાત એ ય છે કે ઘડી ઘડી અશ્લીલતાના નામે કે ચાઈનીઝ પ્રોડક્ટના નામે ઈન્ટરનેટ પર વાંઝિયા બહિષ્કાર પર ઉતરી જનારા કે સૈનિકોના નામે દેશભક્તિ પર ઓવારી જનારા લોકો જો ધ્યાનથી સમાચાર વાંચે તો ખબર પડે કે ગુટકા નેટવર્કનું ડાયરેક્ટ કનેક્શન અન્ડરવર્લ્ડ ને પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદ સાથે છે. થોડા સમય પહેલા જામનગરમાં એક હત્યાની અપાયેલી સુપારી વખતના ગાજેલા ને પછી તરત જ હેડલાઈનમાંથી ગાયબ થયેલા સમાચારો યાદ હોય તો એ દેખીતો પુરાવો છે.
એની વે, પણ ધર્મસ્થળ પાલિતાણામાં સંસ્કૃતિના નામે જીન્સ પહેરતી છોકરીઓ પર અમુક જગ્યાએ સુચના સાથે રોક હોય પણ શેઠશ્રી ધારીવાલના માણિકચંદ નામ સાથેના ગુટકાની કાળી કમાણીના દાનવાળા ભવ્ય દરવાજા શોભતા હોય - એ ત્યાગની વાતો કરતા આપણા રાષ્ટ્રમાં પૈસો કેવો પરમેશ્વર છે એ બાબતે વધુ કશું કહેવાની જરૂર નથી. માટે શેઠશ્રી ધારીવાલસાહેબના આત્માને શાંતિ , સદ્ગતિ માટે પ્રાર્થના.

હવે લુચ્ચે લોગ, નીચી પસંદ વાળા ગુટકાના પણ આનંદમય જીવનમાંથી અંતિમસંસ્કાર થાય એ અભ્યર્થના.

#JV #દંભીસ્તાન
By Jay Vasavada



રેન્સમવેરના અટેક પહેલા અને પછી શું કરશો
– સૌથી પહેલા માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરીને સિસ્ટમ પ્રોટેક્શન સિલેક્ટ કરો
– સિસ્ટમ પ્રોટેકશનમાં હાર્ડ ડ્રાઈવ બતાવશે તે સિલેક્ટ કરી કન્ફિગર પર ક્લિક કરો
– ડ્રાઈવ કન્ફિગરેશનમાં રેસ્ટોર વર્ઝન ઓપ્શન સિલેક્ટ કરો.
– આ ઓપ્શન સિલેક્ટ કરતા તમે ફોલ્ડરમાં કરેલા તમામ સેટિંગ્સ સેવ થશે
– ફાઈલનું જુનુ વર્ઝન જોવું હોય તો ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી જોઈ શકશો
– કોમ્પ્યુટરમાં રેન્સમવેર આવે તો ઘોસ્ટ એક્સપ્લોરર નામનો સોફ્ટવેર નાખવો
– આ સોફ્ટવેર તમામ ફાઈલ સ્કેન થશે અને તેનું જૂનુ વર્ઝન એટલે કે ઈન્ક્રિપ્ટ થયા પહેલાનું બતાવશે
– આ ફાઈલ પોર્ટેબલ ડિવાઈઝમાં સેવ કરો અને પછી કોમ્પ્યુરની આખી હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરો
– તમામ કોમ્પ્યુટરમાં સિસ્ટમ પ્રોટેકશન ઓન કરવું હિતાવહ છે. કોઈપણ વાયરસની અસર દૂર કરવા માટે


અચાનક રેન્સમવેર આવે તો શુ કરશો
– સિસ્ટમ પ્રોટેકશન ઓન ન કર્યું હોય તો ઘણા લોકો રીકવરીને અસંભવ માને છે
– પ્રોટેકશન ઓફ હોય તો પણ તમે ફાઈલ રીસ્ટોર કરી શકો છો
– સૌથી પહેલા રેકુવા નામનો એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો
– સોફ્ટવેરમાં જે તે ડ્રાઈવ ક્લિક કરી ડીપ સ્કેન સિલેક્ટ કરો
– ડિપ સ્કેનમાં ઓપ્શન આવે છે જેમાં સો ફાઈલ બિફોર ઈન્ક્રિપ્શન સિલેક્ટ કરો
– જે જે ફાઈલ ઈન્ક્રિપ્ટ થઈ હશે તેના જૂના વર્ઝન સોફ્ટવેર રીકવર કરી આપશે
– રેકુવા એકમાત્ર સોફ્ટવેર ઈન્ક્રિપ્ટેડ ફાઈલ રીકવર કરે છે
– અમુક ફાઈલ્સ રેકુવાથી પણ રીકવર કરવી મૂશ્કેલી હોઈ શકે છે જે જતી કરવી પડશે.

Tags:ransomware antivirus,ransomware attack today,ransomware attacks,ransomware attacks 2017,ransomware attacks in india,ransomware attacks news,ransomware decrypt,
ransomware india,ransomware meaning,ransomware newsransomware patch,ransomware prevention,ransomware virus,ransomware virus removal tool,ransomware wanna cry


Richa chandrawanshi vivek tiwari facebook sleaze

Richa chandrawanshi vivek tiwari facebook sleaze
Richa chandrawanshi vivek tiwari facebook sleaze


Well, yes i could have blocked him n ignored this too. But, what next? He would go beyond, make another fake id n post few other girls the same dirty stuff!

Least, he got scared n deactivated his account after my text.
All the girls out there know it's suchha common thing to get the texts like this. Our "other messages" folder is filled with more stupid texts like this. But we ignore n that's what make them think it's okay to post such things!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.